Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

જામ ખંભાળિયા,તા. ૧૬ : તાલુકાના ભરાણા ગામેથી કેફી પીણું પીધેલી હાલતમાં સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ પર નીકળેલા કલ્‍યાણપુર તાલુકાના રાણગામના હરદાસ રણમલ સાખરા નામના ૨૮ વર્ષના શખ્‍સને વાડીનાર મરીન પોલીસે ઝડપી લીધો હતો.

જ્‍યારે કલ્‍યાણપુર તાલુકાના રાવલ ગામના નિલેશ લખુ બારીયા (ઉવ. ૨૧)ને રૂપિયા ૨૫ હજારની કિંમતના સપ્‍લેન્‍ડર મોટર સાયકલ પરથી જ્‍યારે ઓખાના આર.કે.બંદર વિસ્‍તારમાં શામળાસર ગામના રહીશ શુકલભા કરમણભા માણેક નામના ૩૬ વર્ષના યુવાનને રૂપિયા ૧૫ હજારની કિંમતના સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ પરથી મીઠાપુર તાબેના ગાયત્રીનગર  વિસ્‍તારમાં રહેતા કારાભા કરમણભા સુમણીયા નામના ૪૩ વર્ષના શખ્‍સને ડીલકસ મોટરસાયકલ પરથી ઉપરાંત ગઢેચી ગામના કનુ રાણા ચાનપા નામના ૩૫ વર્ષના શખ્‍સને મીઠાપુર પોલીસે પીધેલી હાલતમાં ડીલકસ મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાટીયાનો શખ્‍સ દારૂ સાથે ઝડપાયો

ભાટીયા ગામે રહેતા રમેશ બુધા ચાવડા નામના શખ્‍સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, રૂપિયા ૨,૪૮૦ની કિંમતની પરપ્રાંતીય શરાબની ચાર બોટલ કબ્‍જે

 

(11:43 am IST)