Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબી જીલ્લાના તાલુકામાં વીજ દરોમાં વિસંગતતા મામલે ધરણા-આવેદન

  મોરબી : ભારતીય કિસાન સંઘ દ્વારા આજે મોરબી જીલ્લાના તમામ તાલુકાઓમાં ધરણા કરી આવેદન આપવામાં આવ્યું હતું જેમાં વીજ દરની વિસંગતતા દુર કરવા માંગ કરવામાં આવી છે . ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા -મુખ જીલેશભાઈ કાલરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા -મુખ ખંતીલભાઈ ભીમાણી અને મંત્રી શિવલાલ પટેલની આગેવાનીમાં મોરબી તાલુકા ઉપરાંત જીલ્લાના અન્ય તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતે ૨ કલાક ધરણા કરવામાં આવ્યા હતા અને બાદમાં મામલતદાર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારિત આપવામાં આવે છે જે બંનેના વીજ દરમાં તફાવત છે જેથી વીજ મીટર આધારિત ખેડૂતોને નુકશાની સહન કરવી પડે છે. જેથી મીટર આધારિત ખેડૂતોને હોર્સ પાવર આધારિત ભાવથી વીજ પુરવઠો આપી સમાનતા લાવવા માંગ કરવામાં આવી છે મીટર આધારિત વીજ દર અને હોર્સ પાવર આધારિત વીજ દરમાં સમાનતા લાવવા માંગ કરી છે.

(12:02 pm IST)