Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જુનાગઢમાં વેપારીની નજર ચુકવી રૂા.ર૦ હજારની રોકડ સાથેના થેલાની ઉઠાંતરી

અજાણ્‍યો શખ્‍સ પરાક્રમ આચરીને ફરાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬:  જુનાગઢમાં વેપારીની નજર ચુકવી અજાણ્‍યો શખ્‍સ રૂા.ર૦ હજારની રોકડ વગેરે સાથેના થેલાની ઉઠાંતરી કરીને નાસી જતા સનસની મચી ગઇ હતી.

જુનાગઢના જોશીપરા ખાતે પ્રોવીઝનની દુકાન ધરાવતા સંજયભાઇ ગોરધનભાઇ ગજેરા તા.૧૪ની રાત્રે દુકાન બંધ કરી રહયા હતા.

ત્‍યારે એકટીવા પર આવેલ એક શખ્‍સ સંજયભાઇની નજર ચુકવીને દુકાનનાં ઓટા ઉપરથી રૂા.ર૦ હજારની રોકડ તેમજ એટીએમ કાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ અને લાયસન્‍સ સહિતના ડોકયુમેન્‍ટ સાથેનો થેલો ચોરીને નાસી ગયો હતો.

વેપારીએ આઇસરનો પીછો કર્યો હતો. પરંતુ તે નાસી જવામાં સફળ થયો હતો.

આ અંગેની ફરિયાદના આધારે બી ડીવીઝનના પીએસઆઇ જે.એચ.કછોટ તપાસ ચલાવી રહયા છે.

(11:56 am IST)