Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબીના ૫૦ થી વધુ રક્‍તદાતાઓનું સન્‍માન

 મોરબી : સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર યંગ ઇન્‍ડિયા દ્વારા વિશ્વ રક્‍તદાન દિવસ નિમિત્તે ખરા સમયે રક્‍તદાન કરનાર દાતાઓનું સન્‍માન સમારોહનું આયોજન મોરબીના સ્‍કાય મોલ ખાતે કરવામાં આવ્‍યું હતું જેમાં મોરબીના ૫૦ થી વધુ રક્‍તદાતાઓનું મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરાયું હતું. આજે કોઈ પણ વસ્‍તુ ટેક્રોલોજીની મદદથી મશીન દ્વારા બની શકે છે પરંતુ લોહી એક જ એવું છે કે જે માણસના શરીરમાં કુદરતી રીતે બને છે અને જેની જરૂરિયાત આકસ્‍મિક જ પડે છે ત્‍યારે આવી જરૂરિયાતને પુરી પાડવા માટે અને લોકોને ઉપયોગી થવા માટે છેલ્લાં ૨ વર્ષથી યંગ ઇન્‍ડિયા ગ્રુપ લોહીમાં છે માનવતા નામની ઝુંબેશ દ્વારા રક્‍તદાન પ્રવળત્તિ કરવામાં આવે છે.નિસ્‍વાર્થ રક્‍તદાનની આ પ્રવળત્તિમાં મહત્‍વનું યોગદાન આપનાર ં ૫૦ થી વધુ રક્‍તદાતાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને આગામી સમયમાં પણ વધારેમાં વધારે લોકો આ સેવાકાર્યમાં જોડાય તે માટેની યંગ ઇન્‍ડિયા ગ્રૂપના મેન્‍ટોર દેવેનભાઈ રબારી દ્વારા હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ગરચર, ક્‍લોક એસો. પ્રમુખ શશાંક દંગી, વિદ્યાભારતીના અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, સેવાભાવી અંબારામભાઈ કવાડિયા, દિલીપ બરાસરા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્‍કર શૈલેષભાઇ રાવલે કર્યું હતું.

(11:58 am IST)