Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જુનાગઢ નેત્રમ શાખાને પાંચમીવાર એવોર્ડ

જુનાગઢ, તા. ૧૬ : Reward & Recognition Programહેઠળ એવોર્ડ એનાયત કરવા સારૃ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુકત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૨ ના કવાર્ટર-૧ તા. ૦૧/૦૧/૨૦૨૨ થી ૩૧/૦૩/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને સતત ચોથી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૃને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા ૫ મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૪ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, ચારેય વખત પી.એસ.આઈ. પી.એચ.મશરૃ અને તેમની સમગ્ર ટીમ દ્રારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે, અને જૂનાગઢ જીલ્લા પોલીસને ગર્વ અપાવેલ છે. જૂનાગઢ પોલીસના ઇતિહાસમાં આ સિદ્ધિ સુવર્ણ અક્ષરે અંકિત કરાશે.

પી.એસ.આઇ. પી.એચ.મશરૃને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, જાન્યુઆરી -૨૦૨૨, એપ્રીલ - ૨૦૨૨ માં પણ ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ પી.એસ.આઇ. પી.એચ.મશરૃને ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા ફકત ૧.૫ વર્ષના અંતરે ૬ વખત ઉત્કૃષ્ઠ કામગીરી કરવા સારૃ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.

પી.એસ.આઇ. પી.એચ. મશરૃ ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલા ટૂંકા સમયગાળામાં રાજ્યના ડી.જી.પી. શ્રીના હસ્તે ૬ - ૬ વખત સન્માન મેળવનાર અધિકારી હશે.

જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા માહે ૦૧/૨૦૨૨ થી માહે ૦૩/૨૦૨૨ દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા દ્રારા એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૃ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી. એચ.ક્યું. આર.વી.ડામોર દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે..

(1:13 pm IST)