Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પોરબંદરના દરિયામાં દેશદ્રોહીઓ કાંઇક નવા જુની કરે તેવા એંધાણ

આગામી ૬ માસ સુરક્ષાની દ્રષ્‍ટિએ કઠીન સંવેદનશીલ અને અગ્નિ પરીક્ષાના રહેશે અને દિશા અને દશા બદલાય તો આヘર્ય પામવા જેવુ રહેશે નહી તેવો ડેન્‍જર અને ચાર્લીના દેશહિત માટેના સર્વે ઉપરથી ઇશારો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૬:  રાષ્‍ટ્રપ્રેમી-દેશપ્રેમી રાષ્‍ટ્રભકિતથી પ્રેરાય અને પોરબંદરથી દ્વારકા-ઓખા -દેવભુમી  દ્વારકાના અને કચ્‍છના અખાતમાં આવેલ દરિયાઇ પટ્ટી સંવેદનશીલ વિસ્‍તારની ગતિવિધિ સાથે બાજ નજર રાખનારા ડેન્‍જર ચાર્લી તેમજ રોબર્ટ-રોઝીએ અત્‍યાર સુધીમાં દેશદ્રોહી-ગદ્દારો-ડ્રગ્‍સ માફીયાની હાનિકારક પ્રવૃતી રોકવા સમય આંતરે બાજ નજર રાખી તેમના સરર્વેમાં આવેલ હકીકતનો ઇશારો કરી સરકારશ્રીને એલર્ટ કરે છે.

આજ દિવસ સુધી એટલે કે સને ૧૯૮પ-૮૬ની સાલથી જળસિમાહ પરની પ્રવૃતી અને હિલચાલ સંબંધે સંવેદનશીલતા ભરેલ સરવે હકિકતમાં સાચો પડયો છે અને ભવિષ્‍યની સને ર૦રરની સાલના પ્રારંભ જાન્‍યુઆરી માસથી આ લખાય છે જુન માસ સુધી પ્રથમ સપ્તાહ અને દ્વિતીય સપ્તાહની આગેકુચ ભરી સંવેદનશીલ હકિકત કયાંથી કયાં સમર્થન મળતું રહે છે. હજુ તો જુલાઇ  સને ર૦રરથી ડીસેમ્‍બર ર૦રર સુધીમાં કાંઇક નવા જુનીના એંધાણનો ઇશારો કરે જે આ છ માસ કપરા કઠીન સંવેદનશીલ અને અગિ્ન પરીક્ષા ભરપુર રહેશે.  દેશની દિશા અને દશા બદલી નાખે તો આヘર્ય પામવા જેવુ રહેશે નહી. એજન્‍સીનું જીવંત પેટ્રોલીંગ પેટ્રોલીંગ જ રહેશે. મતલબ ઝાંઝવાના જળ જેવુ  વાતાવરણનું સર્જન થાય તો આヘર્ય પામશો નહી.

આઝાદીનું અમૃત ઉત્‍સવનું પર્વ ઉજવાઇ રહયું છે. પરંતુ સંપુર્ણ નિઃરસ રીતે ઉજવાય છે. પુર્વ વર્તમાન ભાવી પેઢી પાસે આઝાદીના મુલ્‍ય સમજવા કે સમજાવવા સરકાર પાસે દિશા અને દશા દુર જણાય છે. હાલની વાસ્‍તવીક પરિસ્‍થિતિ પર રાજકીય પ્રભાવ બાહ્ય સારો છે. ભલે ભાજપ સરકારનું શાસન ગણાતુ હોય માત્ર કહેવા પુરતુ છે. વાસ્‍તવીકતા પરોક્ષ-અપરોક્ષ  હાથમાં પણ રહી નથી. વડાપ્રધાનશ્રી ગૃહમંત્રીશ્રી વિગેરે શાસન કર્તાના હાથમાં નથી પણ પ્‍યાદા છે. અસામાજીક અરાજક તત્‍વો, દાણચોરો, ડ્રગ્‍સ માફીયાના હાથમાં સરકરી રહયું છે. કે સરકતુ જાય છે તે રોકવુ રોકી શકાય તેમ નથી. સને ર૦રર જુદા જુદા રાજયોની વિધાનસભાની ચુંટણી યોજાઇ ગયેલ અને બાકીની વિધાનસભાની ચુંટણી ગુજરાત સહીત અને એક રાજયની છે. ભાજપ સતાવીસ વરસનું શાસન ગુમાવવાના મુડમાં નથી.

સને જાન્‍યુઆરી ર૦રરના પ્રારંભથી જુન ર૦રરના તા.૯ મી જુનના લખાય છે ત્‍યાં સુધી કરોડ રૂપીયાનું ડ્રગ્‍સ ભારતમાં ખાડીના દેશો તેમજ પાકિસ્‍તાન દ્વારા ઘુસાડવામાં આવ્‍યું હતું. તો જુલાઇ ર૦રર થી ડીસેમ્‍બર ર૦રર ના દિવસો-મહિનાઓ બાકી છે. આ પહેલા પણ સને ર૦૧૯-ર૦ર૦-ર૦ર૧ના દિવસો દરમ્‍યાન મોટે પાયે ડ્રગ્‍સ કરોડો રૂપીયાનું ઘુસાડયું. જળસુરક્ષા અને અન્‍ય સરકારી એજન્‍સીઓએ સફળતા મેળવી. પોરબંદર પોલીસ જીલ્લાની હકુમત મરીન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાણી ચાર્જશીટ થયું. હાલ ડ્રગ્‍સ કન્‍સાઇન્‍ટમેન્‍ટ લાવનાર ડ્રગ્‍સ કુરીયર પોરબંદરની જેલમાં છે. એક કન્‍સાઇન્‍ટમેન્‍ટમાં ડ્રગ્‍સ ડીલીવરી આપવા આરબ દેશમાંથી ઇરાનથી બે આરબ માલીક બોટમાં સાથે આવતા ખલાસીઓએ મારી દરીયામાં ફેંકી દીધા ફરીયાદ નોંધાણી કાયદેસરની છે.

આヘર્ય તો એ છે કે અગણીત રકમનું ડ્રગ્‍સ દરીયાય રસ્‍તે અફઘાનીસ્‍તાન, પાકિસ્‍તાન દ્વારા ઘુસાડવામાં આવેલ છે. ઇરાક-ઇરાનથી સીધુ યા અપરોક્ષ આરબ અમીરાત કે આફ્રિકા ખંડમાંથી ભારતમાં ઘુસાડાય છે.

થોડા દિવસ પહેલા ગુજરાત એસટીએસએ રૂા. રપ૦ કરોડનું હેરોઇન કચ્‍છની ક્રિક ખાડીમાંથી પકડેલ પાકિસ્‍તાની બોટ મારફત ૭ ખલાસી લાવેલ. પરંતુ હેરોઇનના બે કોથળા હોવાનું સાત ખલાસીએ જણાવેલ. જે જખ્‍ખો નજીકના દરીયામાં ફેંકી દીધેલ. જે બેય કોથળા એટીએસ જહેમત બાદ શિયાળ-ક્રિક ખાડીથી ૪૦ થી પ૦ નોટીકલ માઇલમાંથી મળી આવેલ. એટીએસ એસઓજી કોસ્‍ટગાર્ડને સફળતા મળી. આ હેરોઇન પાકિસ્‍તાનના પીસ્‍શકરન બાદલ બંદરેથી બોટ અલનોમાનમાં લઇને નીકળેલ કન્‍સાઇન્‍ટમેન્‍ટ મોકલનાર ડ્રગ્‍સ માફીયા શહદ અને શહાબે આ જથ્‍થો મોકલેલ. તેની કિંમત રૂા. રપ૦ કરોડ થવા જાય છે. આંતરરાષ્‍ટ્રીય બજારભાવ પ્રમાણે ભારતી ચલણમાં વધુ હોઇ શકે હજુ પણ આખુ વરસ ડ્રગ્‍સ કન્‍સાઇન્‍ટમેન્‍ટ આવશે તેવી શકયતાને નકારી શકાય નહી ! અત્‍યાર સુધીમાં પકડાયેલ ડ્રગ્‍સ અગણીત રકમનું ઠલવાણં છે મુદામાલ કબ્‍જે લેવાનું તેની સંપુર્ણ વિગત મોટાભાગ કન્‍સાઇન્‍ટમેન્‍ટ મોકલનાર વ્‍યકિતના નામ બહાર આવ્‍યા નથી.

ઉલ્લેખનીય છે કે કચ્‍છના દરીયામાં બંદરથી અંદાજીત જે તે સમયની ગણતરી મુજબ રૂા. ર૧ એકવીસ કરોડનું મુંદ્રાબંદરેથી પકડાણં કચ્‍છના ગાંધીધામ હાઇવે પર આવેલ ખાનગી કન્‍ટેઇનર ફ્રેચરી સ્‍ટેશન સીએફએસમાંથી ૩૦૦ કિલો જેટલા જથ્‍થાનું હેરોઇન પકડાયું સને ર૦૧૭ જુલાઇ મહિનામાં ખાનગી વેપારી જહાજમાંથી ૧પ૦૦ કિલો હેરોઇન જપ્ત કરાયું. ૨૦૧૮ના ઓગષ્‍ટ મહિનામાં જામ સલાયાની બે વ્‍યકિત પાસેથી ૧૦૦ કિલો હેરોઇન મળ્‍યું. જયારે પાકિસ્‍તાની માચ્‍છીમારોની બોટમાં અવાર નવાર ડ્રગ્‍સ ઠાલવવાનું રહે છે. કેટલાક કિસ્‍સામાં બોટ નધણીયાતી હાલતમાં મળી આવે છે. પંજાબ-સરહદેથી પણ મોટી માત્રામાં ડ્રગ્‍સ ઘુસણખોરી થાય છે. અફઘાનીસ્‍તાન તેમજ કાશ્‍મીર રસ્‍તે મોટે પાયે કાળુ સોનુ ચરસ ઘુસાડાય છે.

અફઘાનીસ્‍તાનમાં અફીણની મોટેપાયે ખેતી થાય છે. યાને મોટે પાયે નારકોટી ડ્રગ્‍સ ઘુસાડાય છે. જેની ડીમાન્‍ડ રહે છે. ભારતમાં અમુક રાજય ઓરીસ્‍સામાં પણ ખેતી કરી ઉગાડાય છે. કેટલાક ઘર આંગણે ઘઉંની સાથે ગાંજાનું વાવેતર પણ કરે છે પકડાય છે પોલીસ ગુન્‍હા દાખલ કરે છે. ફરક પડતો નથી. ડ્રગ્‍સની ડીમાન્‍ડ જેમ વિદેશમાં છે તેમ ભારતમાં પણ છે. અમેરીકા ઉપરાંત યુરોપના દેશોમાં કોકોઇનનો ઉપયો કરનારા વધુ બંધાી છે. દક્ષીણ અમેરીકાના કેટલાક દેશોના ડ્રગ્‍ માફીયાઓ કોકો નામના છોડમાંથી પ્રોસેસ કરીને કોકેઇન નામનું નશીલુ માદક ડ્રગ્‍સ બનાવે છે. જયારે અફઘાનીસ્‍તાન અને ઇરાન જેવા દેશો અફીણના છોડના ફુલોને પ્રોસેસ કરીને હેરોઇન બનાવે છે.

એક સમયે આપણા દેશમાં અફીણના બંધાણીઓ જોવા મળતા કાઠીયાવાડ યાને સૌરાષ્‍ટ્રના કેટલાક ભાગોમાં તો અફીણો બંધાણી કોઇ મોટો ગુનહો કરી રહયા છે એવું મનાતુ ન હતું. મધ્‍યપ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં અફીણની ખેતી થાય છે. મોટુ ઉત્‍પાદન અફઘાનીસ્‍તાન ઉપરાંત મેકસીકો દક્ષિણ અમેરીકામાં થાય છે. અફીણને હોર્સ, સ્‍મેક, જંક કે બ્રાઉન સુગર તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિવિધ રસાયણોને ભેગા કરીને મંથ એન્‍ફેટેમાઇન બનાવવામાં આવે છે. સફેદ રંગના ક્રિસ્‍ટલ જેવા કેમીકલમાંથી બનતા મીથેન અને ગુલાબી રંગની દવા જેવી ગોળીઓ બને છે. ર૦ સદીની શરૂઆતમાં બંધ થઇ ગયેલા નાકને ખોલવા માટે ઇનલેહર બનાવવામાં આ રસાયણનો ઉપયોગ કરાતો. આ ડ્રગ (દવા) લેવાથી એકાએક મુડ સારો થઇ જાય છે. ભુખ મરી જાય છે. મગજના જ્ઞાન તંતુઓ વધારે સક્રિય થઇ જાય છે. આ ડ્રગ્‍સની અસરથી કેટલીક વ્‍યકિત વધુ પડતુ બોલબોલ કરવા માંડે છે.

આપણા મગજમાં આવેલી સેન્‍ટ્રલ નર્વસ સીસ્‍ટમ આ ડ્રગ્‍સની ખરાબ અસર થાય છે. અમેરીકાની ડ્રગ્‍ એન્‍ફોર્સમેન્‍ટ એજનસીએ મંથ એમ્‍ફેટે માઇનને શેડયુલ-ર હેઠળ ુકેલ છે. કાયદેસર વહેચી શકાતુ નથી.

ડ્રગ્‍સ માફીયાઓએ પોતાના ક્રુર પંજો ભારતના નાગરીકો કે યુવાધનને ઉપયોગ કરે તો નિર્માલ્‍યતા નપુસંકતા પણ લાવી દયે છે અને નાશ કરનાર છે. આヘર્ય આટલા માદક ડ્રગ્‍સના કન્‍સાઇમેન્‍ટ આવે છે. કે ઘુસાડાય છે તેના ૧/૧૦ મો ભાગ જ પકડાય છે તેવું જાણકારોનું માનવું છે. આヘર્ય એ છે કે પરોક્ષ અગર અપરોક્ષ ખુરફીયા નેટવર્ક પણ ચર્ચીત હકિકત પ્રમાણે ઘુમ્‍મસ મારતુ  હોવાનો ઇશારો કરે છે. પરંતુ એટીએસ એસઓજી કે સાગર જળસિમાહ એજન્‍સી સુધી નેટવર્ક પહોંચતુ નથી કે શું?

આ ઉપરાંત પોરબંદર જુના જેટ્ટી બંદરથી મશીનવાળા વહાણમાં ભારતની ચલણી જુની રદી નોટો સાથે ભારતીય ચલણની નવી કરન્‍સી વહાણમાં ખુફીયા રીતે પાકીસ્‍તાન લઇ જવા તખે ગોઠવાયેલ વહાણ બારામાંથી બહાર નીકળે તે પહેલા જ અટક થયેલ. પરંતુ આ પ્રકરણ પર આજ દિન સુધી પદડો ઉંચકાયેલ નથી. જેથી આગળની કાર્ય શું થઇ તે પ્રશ્નાર્થ છે. હથીયાર વેપન્‍સ નાની માત્રામાં ઘુસાડવામાં આવતા અને મોટા જથ્‍થામાં આવવા લાગેલ. જે મેમણ વાડા વિસ્‍તારના નાકાના એક મકાનથી જે તે સમયે ખંભાળીયા ડીવાયએસપી શ્રી જેબલીયા તો જે તે સમયે ફરજ ડીએસપીની સુચના માર્ગદર્શનથી પોરબંદર એલસીબી સાથે જોઇન્‍ટ ઓપરેશનમાં મોટે પાયે અગિ્ન શષાો કાર્ટીસનો જથ્‍થો તથા આરોપી નામ આરોપી સાથે નિવૃત પો.સબ ઇન્‍સ. એલસીબી સુખદેવસિંહ ઝાલા એલસીબી સ્‍ટાફે ભારે સફળતા મેળવી ઓપરેશન પાર પાડેલ. પોલીસ દફતરે નોંધ થયેલ છે. કોર્ટના ચાર્જશીટ થયેલ. ત્‍યાર બાદ દાણચોરીથી ચાંદીની પાટો ઘુસાડવામાં આવતી છેલ્લે સને ૧૯૯રમાં મોલનો સામાન આરડીએકસ હથીયારોનો જથ્‍થો પકડાયેલ  અને પોરબંદર કોર્ટમાં ચાર્જશીટ થયેલ હતી.

(1:24 pm IST)