Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પોરબંદરના દરીયામાં શનિવાર સુધીમાં ભારે પવન ફુંકાવવાની સંભાવનાઃ માછીમારોને સાવચેત કરાયા

પોરબંદર અને કુતિયાણામાં હળવા ઝાપટા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮: આવતા બે દિવસમાં એટલે કે શનીવાર તા.૧૮ સુધીમાં પોરબંદરના દરીયામાં ભારે પવન ફુંકાવવાની સંભાવનાને પગલે માછીમારોને સાવચેત કરવામાં આવ્‍યા છે.

સ્‍થાનીક હવામાન કચેરીથી જણાવ્‍યા મુજબ તા.૧૮ શનિવાર સુધીમાં દરીયામાં ભારે પવન  ફુંકાવવાની તેમજ આ પવન ૬૦ કી.મી. સુધી ફુંકાઇ શકે તેવી સંભાવના દર્શાવી છે. પોરબંદરમાં રાત્રી તથા આજે સવારે તેમજ કુતિયાણામાં આજે સવારે હળવા ઝાપટા વરસી ગયા હતા. પોરબંદર અને કુતિયાણામાં ર-ર મી.મી. વરસાદ નોંધાયો છે. ગુરૂતમ ઉષ્‍ણતામાન ૩૪.પ સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણાતામાન ર૭.પ સે.ગ્રે. ભેજ ૭૧ ટકા, હવાનું દબાણ ૧૦૦૪.૮ એચપીએ સુર્યોદય ૬.૦૮ તથા સુર્યાસ્‍ત ૭.૩પ મીનીટે ફોદાળા જળાશય ર૧.૪ ફુટ.

(2:44 pm IST)