Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ખંભાળીયા મેઇન બજારમાં ટ્રાફીક નિવારણ અંગે પાલિકા દ્વારા ટ્રાફીક પોલીસ સાથે સંકલન

ખંભાળીયા તા. ૧૬ : શહેરમાં મુખ્‍ય બજાર વિસ્‍તારમાં શાક-માર્કેટ, બજાર, બેંકો તથા અનેક દુકાનો આવેલી હોય આ બજારમાં ભીડ ખુબજ થતી હોય મેઇન ચોકમાં તમામ દબાણો હટાવીને પાલિકા દ્વારા પાર્કિંગની વ્‍યવસ્‍થા કરાઇ હતી પણ તેમાં પણ આડેધડ પાર્કિંગ થતું હોય તથા રેંકડીવાળા, રીક્ષાવાળાઓનો ત્રાસ પણ વ્‍યાપક થતો હોય આ બાબતે વારંવાર ફરીયાદો તથા રજુઆતો થતા પાલિકા હોદ્‌ેદારો દ્વારા આ બાબતે કઇ રીતે નિરાકરણ લાવવુ તે અંગે ટ્રાફીક પો.ઇ. નારાયણ કલોત્રા તથા જમાદાર કાળાભાઇ તથા પાલિકા ઇજનેર એન. એમ. નંદાણીયા, સેનેટરી ઇન્‍સપેકટર કિશોરસિંહ સોઢા વિ. સાથે ચર્ચા કરીને આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

આ વિસ્‍તારમાં વેપારીઓને તથા રાહદારીઓને થતી પરેશાની અંગે પણ પુછપરછ કરીને તેમના અભિપ્રાયો લઇને આગળની કાર્યવાહી કરવા તથા જરૂર પડયે પાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા સંકલન કરીને જાહેરનામુ બહાર પાડીને આ અંગે યોગ્‍ય કરવા આયોજન પણ હાથ ધરવામાં આવ્‍યું છે.

(1:29 pm IST)