Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ધોરાજી કોર્ટ દ્વારા બળાત્‍કાર અપહરણ પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૬ : અપહરણ બળાત્‍કાર, પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો ધોરાજી કોર્ટે ફરમાવેલ છે.

આ કામના આરોપી ભારત ઉર્ફે ભરત કાનાભાઇ બારૈયા મુ. દેવગઢબારીયા જિ. દાહોદ હાલ રહે. મોટી પરબડી, તા. ધોરાજી વાળા સામે ફરીયાદીએ તેઓની સગીર વયની પુત્રી ઉ.વ.ક્ષ્૩ વર્ષ ૪ માસ મળી તેઓ અનુ. જનજાતિના હોવાનું જાણતા હોવા છતાં લલચાવી ફોલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીની સગીર વયની પુત્રીને તેઓના કાયદેસરના વાલીપણામાં ભગાડી લઇ જઇ અલગ અલગ જગ્‍યાએ શરીર સંબંધ બાંધેલ હોવાની ફરીયાદ ધોરાજી પો. સ્‍ટે.માં નોંધાવેલ હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરી આરોપી સામે ધોરાજીના એડી. સ્‍પે. પોકસો કોર્ટમાં આરોપી વિરૂધ્‍ધ ઇ.પી.કો.ક.-૩૬૩, ૩૬૬, ૩૭૬ (૩) તથા પોકસો એકટની કલમ અ૬ તથા એટ્રોસીટી એકટની કલમ ૩ (૧) (ડબલ્‍યુ), ૩(ર)(વી) અને (ર) (વીએ) અન્‍વર્ય ચાર્જશીટ રજુ કરતા આરોપીનાં બચાવ પક્ષે ધોરાજીનાં ધારાશાષાી મનસુખલાલ એસ. ગુજરાતી  દ્વારા ફરીયાદ પક્ષના સાહેદોની વિસ્‍તૃત ઉલટ તપાસ લેવામાં આવે તેમજ ઉચ્‍ચ અદાલતોનાં સિધ્‍ધાંતો સાથે દલીલો કરવામાં આવેલ જેની સાથે સહમત થઇ ધોરાજીનાં એડી. સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટના જજ શ્રી આર.એમ.શર્મા દ્વારા આરોપી ભારત ઉર્ફ ભરત કાનાભાઇ બારૈયાને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી ભારત ઉર્ફે ભરત કાનાભાઇ બારૈયાનાં બચાવ પક્ષે ધોરાજીના યુવા ધારાશાષાીશ્રી મનસુખલાલ એસ. ગુજરાતી રોકાયેલ હતા.

(1:36 pm IST)