Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જુનાગઢ પીએસઆઈ પ્રતીક મશરૂનો રાજય પોલીસ તંત્રમાં નવો રેકોર્ડ

યશસ્‍વી સિધ્‍ધિ ગુજરાતભરના લોહાણા સમાજમાં હરખની હેલી : ટેકનોલોજીના શ્રેષ્‍ઠ ઉપયોગથી અટપટા ગુનાઓ ઉકેલવા બદલ છઠ્ઠી વખત મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા હસ્‍તે એવોર્ડ, નવા કીર્તિમાન

રાજકોટ, તા.૧૬:  જૂનાગઢ પોલીસ અધિક્ષક કચેરી હસ્‍તકની નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરાના અર્થાત્‌ અદભૂત ટેકનોલોજી ઉપયોગ દ્વારા અટપટા ગુનાઓનો ભેદ ઉકેલી ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા હસ્‍તે  છઠી વખત પીએસઆઈ પ્રતીક મશરૂ દ્વારા એવોર્ડ મેળવતા ડીઆઈજી મનીન્‍દ્ર પ્રતાપસિહ પાવર, એસપી રવી તેજા વાસમ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર વી. ડામોર સહિત અધિકારીઓ અને વિશાળ શુભેચ્‍છકો દ્વારા અભિનંદન વર્ષા થયેલ છે.  પોતાના તાબા હેઠળના પીએસઆઈની આવી યશસ્‍વી સિદ્ધિ બદલ જૂનાગઢ એસપી રવી તેજા વાસમની સ્‍વાભાવિક રીતે ખુશીનો કોઈ પાર નથી.

પોલીસ તંત્ર માફક પોતાના સમાજના યુવાન પ્રતીક મશરૂ દ્વારા આવી યશસ્‍વી સિદ્ધિ બદલ સૌરાષ્‍ટ્ર ગુજરાતના લોહાણા સમાજની ખુશી ટોચ પર છે.

પી.એસ.આઈ.પી.એચ.મશરૂને અગાઉ માહે જાન્‍યુ-૨૦૨૧માં, ઓગષ્‍ટ ૨૦૨૧, જાન્‍યુઆરી-૨૦૨૨, એપ્રીલ-૨૦૨૨માં પણ ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્વારા એવોર્ડ એનાયત કરી સન્‍માનીત કરવામાં આવેલ હતા. આમ પી.એસ.આઈ.પી.એચ. મશરૂને ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્વારા ફકત ૧.૫ વર્ષના અંતરે ૬ વખત ઉત્‍કૃષ્‍ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવેલ છે.

પી.એસ.આઈ. પી.એચ.મશરૂ ગુજરાત પોલીસના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલા ટૂંકા સમયગાળામાં રાજયના ડી.જી.પી.શ્રીના હસ્‍તે ૬-૬ વખત સન્‍માન મેળવનાર અધિકારી હશે..

(1:36 pm IST)