Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભાણવડ વિસ્‍તારમાંથી કુલ ૧૯૮ કિલો શંકાસ્‍પદ ભેળસેળયુકત ઘીનો

જથ્‍થો પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.દેવભુમિ દ્વારકા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૬: પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ રાજકોટ વિભાગ રાજકોટ તેમજ દેવભુમી દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય દ્વારા દેવભુમી દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા બની રહે તેમજ વિવિધ પ્રકારના ગુનાઓ આચરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા પી.સી.શીંગરખીયા ઇન્‍ચા. પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.ઓ.જી. દેવભુમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

જે અનુસંધાને એસ.ઓ.જી. સ્‍ટાફના એ.એસ.આઇ. ઇરફાનભાઇ એ. ખીરા પોલીસ હેડ કોન્‍સ. નિલેષભાઇ કારેણા, પોલીસ કોન્‍સ. પબુભાઇ માયાણી, ખેતશીભાઇ મનુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફ ભાણવડ વિસ્‍તારમાં એસ.ઓ.જી. લગત કામગીરી સબબ પેટ્રોલલીંગમાં  હોય તે દરમિયાન સાથેના એએસઆઇ ઇરફાનભાઇ એ. ખીરા પોલીસ હેડ કોન્‍સ. નિલેષભાઇ કારેણાનાઓને ખાનગી રાહે સંયુકતમાં હકિકત મળેલ હોય કે ભાણવડમાં દરીયાસ્‍થાન ચોકમાં આવેલા જયસુખલાલ છગનલાલ શેઠની દુકાન મે.સંદીપ મસાલા ભંડારમાં ભેળસેળ યુકત મીલાવટ વાળુ દેશી ઘી વેચાણ અર્થે રાખેલ છે. તેમજ સરકારશ્રી ના યોગ્‍ય ફૂડ સેફટી નિયમોનું પાલન કરતા નથી જે હકિકત અન્‍વયે ફુડ સેફટી ઓફિસરને ભાણવડખાતે પધારવા રીપોર્ટ આપતા ફુડ સેટી ઓફિસરશ્રી નાઓની ટીમ સાથે સંકલનમાં રહી તપાસ કરતા ભાણવડના દરીયાચોકમાં મે. સંદિપ મસાલા ભંડાર ખાતે જયસુખલાલ છગનલાલ શેઠ જાતે લુવાણા ધંધો વેપાર રહે. ત્રીપુરા માતાજીના મંદિર પાસે ભાણવડ વાળાઓ હાજર મળી આવતા મળેલ હકિકત બાબતે સમજક રતા મજકુર ઇસમે સ્‍વખુશીથી બતાવેલ દુકાનમાં તપાસ કરતાં કુલ ૧ર એલ્‍યુમીનીયમના દેશી ઘી ભરેલા કીટલા મળી આવેલ જે તમામ કીટલામાંથી ફુડ સેફટી ઓફિસરશ્રીએ નિયમો અનુસાર કુલ ૦૪ સેમ્‍પલો લઇ અને બાકીનો કુલ ૧૯૮ કિલ ઘી જેની કિંમત રૂપિયા ૧,૦ર,૯૬૦ ગણી તમામ કિટલાઓમાં રહેલ ધી જે સ્‍થિતિમાં ફુડ સેફટીઓફિસરશ્રીએ સીઝ કરેલ છે. સદરહુ ધી ના સેમ્‍પલો પરીક્ષણ થઇ આવ્‍યે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 આ કામગીરી પી.સી.શીંગરખીયા પોલીસ ઇન્‍સ્‍પેકટ એસ.ઓ.જી. ઇરફાનભાઇ એ.ખીરા એએસઆઇ, દિનેશભાઇ એચ.માડમ, પોલીસ હેડ કોન્‍સ., નિલેશભાઇ એચ.કારેણા પોલીસહેડ કોન્‍સ., પબુભાઇ માયાણી પોલીસ કોન્‍સ. ખેતશીભાઇ મુન પોલીસ કોન્‍સ. એ કરી છે.

(1:40 pm IST)