Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જામનગરમાં દિકરી સાથે લગ્ન કરી દો નહીંતર તમને અને તમારા પુત્રને મારી નાખીશઃ ધમકી આપી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રવજીભાઈ કાન્‍તીભાઈ ધમશાણીયા, ઉ.વ.પ૧, રે. જુના ગામમાં રામ મંદિરવાળો ચોક, ફલ્લા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૬-ર૦રરના ફરીયાદી રવજીભાઈની દિકરી આરોપી વિરલભાઈ જગદીશભાઈ શીધપુરા સાથે ઓનલાઈન કામગીરી કરતા હતા તે દરમ્‍યાન આરોપી વિરલભાઈને એક તરફી પ્રેમ થતા આરોપી વિરલભાઈએ ફરીયાદી રવજીભાઈને ફોન કરી તેની દિકરીના લગ્ન તેની સાથે કરી દીયો નહીંતર તમોને તથા તમારા દિકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સુલેહ શાંતિનો ભંગ કરી ગુનો કરેલ છે.

અલીયા ગામે જુગાર રમતા

બે ઝડપાયા : એક ફરાર

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૬-ર૦રરના અલીયા ગામે આવેલ એસ્‍ટેટ ટાવરની બાજુમાં બાવળની કાટમાં આરોપી મુસ્‍તાક ઉર્ફે મુસો મામદભાઈ સપડીયા, ભાણજીભાઈ રામજીભાઈ પરમાર એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા ૧૪,૦૭૦/ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી બિલાલ ઈસ્‍માઈલ ફકીર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નાગેશ્‍વરમાં જુગાર રમતા

ત્રણ શખ્‍સો ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૬-ર૦રરના નાગેશ્‍વર ઢોલીયાપીરની દરગાહ સામે, હનુમાન ડેરી પાસે, જામનગરમાં આરોપી મુકેશભાઈ બચુભાઈ બારૈયા, જગદીશ કરશનભાઈ મકવાણા, વિજય સુખાભાઈ સારીયા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા ૩પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

દિ.પ્‍લોટ-૪૯ માં ઈંગ્‍લીશ દારૂની બે બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શૈલેષભાઈ કાન્‍તીભાઈ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ૧પ-૬-ર૦રરના દિ.પ્‍લોટ-૪૯ કનૈયા ફરસાણવાળી ગલીની પાછળના ભાગે, હનુમાનજીના મંદિરવાળી ડેરીની પાસે, જામનગરમાં આરોપી મનીષભાઈ ઉર્ફે મુનીયો પલી રમેશભાઈ દામા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/ની રાખી ઝડપાઈ ગયેલ છે.

હરીભાઈની હોટલ સામે ઈંગ્‍લીશ દારૂની બે બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, ૧પ-૬-ર૦રરના હરીભાઈની હોટલ સામે, આર.આર.મેગામોલ પાસે, જામનગરમાં આરોપી નયન મનસુખભાઈ ચૌહાણ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- તથા એકસેસ મોટરસાયકલની કિંમત રૂ.૩પ,૦૦૦/- તથા એક મોબાઈલ કિંમત રૂ.પ,૦૦૦/- મળી કુલમુદામાલ કિંમત રૂ.૪૧,૦૦૦/- સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

મેઘપર ગામે ઈંગ્‍લીશ

દારૂના જથ્‍થા સાથે બે ઝડપાયા

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. જશપાલસિંહ દિલીપસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૬-ર૦રરના મેઘપર ગામ, વાડી વિસ્‍તારમાં કિશોરભાઈ રવુભા જાડેજાની વાડીમાં આરોપી મયુરસિંહ હેમંતસિંહ પીંગળ, ગીરીરાજસિંહ ભરતસિંહ પીંગળ, રે. મેઘપર ગામ વાળા એ પોતાના કબ્‍જા ભોગવટાની ભાડાની વાડીમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૧૭, કિંમત રૂ.પ૮,પ૦૦/ની રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

અગમ્‍ય કારણોસર યુવાને

ગળાફાંસો ખાઈ આયખું ટુકવ્‍યું

અહીં સત્‍યસાંઈનગર શેરી નં.-૪, ગુલાબનગરમાં રહેતા નરેશભાઈ ભગવાનજીભાઈ માવધીયા, ઉ.વ.પપ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૬-ર૦રરના આ કામે મરણજનાર હરીશભાઈ ભગવાનજીભાઈ માવધીયા, ઉ.વ.૩પ, રે. નવાગામ ઘેડ, મધુરમ સોસાયટી, જામનગરવાળા કોઈ અગમ્‍ય કારણોસર પંખા સાથે ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે.

પત્‍ની વારંવાર પીયરે જતા લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું

ખરેડી ગામે રહેતા વેરશીભાઈ ખીમાભાઈ પરમાર, ઉ.વ.૬પ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૬-ર૦રરના  આ કામે મરણજનાર મુનાભાઈ વેરશીભાઈ પરમાર, ઉ.વ.૩પ ના પત્‍ની અવાર નવાર પોતાના ઘરેથી જતી રહેતી હોય જે બાબતે મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે પોતાની ઘેર આવેલ લાકડાની આડીમાં દોરી બાંધી દોરી વડે ગળાફાંસો ખાઈ જતા સારવારમાં કાલાવડ સરકારી હોસ્‍પિટલ ખાતે લાવતા મરણ થયેલ છે.

ફોરવ્‍હીલ ગાડી પલ્‍ટી મારી જતા યુવકનું સારવાર દરમ્‍યાન મોત

ધોરાજી તાલુકાના વાળોદર ગામે રહેતા ભરતભાઈ પરબતભાઈ પરમાર, ઉ.વ.૩૧ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૬-ર૦રરના નાનાવડાળા ગામથી નિકાવા ગામે જવાના રોડ પર આવેલ ગોલાઈ પર આ કામે મરણજનાર યુગ ભરતભાઈ પરબતભાઈ પરમાર, ઉ.વ.૦૭ તેના પિતા સાથે તેની ફોરવ્‍હીલ વર્ના ગાડી જેના રજી.નં. જી.જે.-૧૦-કે.ઈ.-ર૮૩૦ માં બેસીને જતો હતો ત્‍યારે અચાનક ફોરવ્‍હીલ ગાડીનું સ્‍ટેરીંગ લોક થઈ જતા ફોરવ્‍હીલ ગાડી રોડ નીચે પલ્‍ટી ખાઈ જતા મરણજનાર યુગને માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.

વૃઘ્‍ધનું બિમારી સબબ મોત

લાલપુર ગામે રહેતા પરેશકુમાર ગોવિંદલાલ રોજીવાડીયા, ઉ.વ.૪૯ એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૬-ર૦રરના આ કામે મરણજનાર ગોવિંદલાલ શામજીભાઈ રોજીવાડીયા, ઉ.વ.૯૩ ને છેલ્લા દસેક વર્ષથી બ્‍લડપ્રેશરની બિમારી હોય અને આજરોજ સવારના કુદરતી હાજત જતા અચાનક ચકકર આવતા બેભાન થઈ જતા સારવારમાં મરણ ગયેલ છે.

જાર ભરેલ ગાડા પરથી

પટકાતા આઘેડનું મોત

લાલપુર તાલુકાના સેવકધુણીયા ગામે રહેતા ધવલભાઈ અનીલભાઈ વાછાણી, ઉ.વ.રપ એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૬-ર૦રરના આ કામે મરણજનાર અનીલભાઈ વિઠ્ઠલભાઈ વાછાણી, ઉ.વ.પપ એ ભાગ્‍યે રાખેલ ચંદુભાઈ મહાજનનીવાડીએ બળદ ગાડામાં જારનો ભર ભરેલ હોય અને પોતે માથે બેઠેલ હોય અને ભર બાંધેલ નાળો ટુટી જતા નીચે પડતા માથાના ભાગે હેમરેજ થતા મરણ ગયેલ છે.

સાઈડમાં રે નહીતર ઉડાડી દેશું તેમ કહી છરી વડે હુમલો કર્યાની રાવ

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફીરોઝભાઈ આમદભાઈ સાયચા, ઉ.વ.૩૬, રે. બેડી દિવેલીયા ચાલી, ભરત મીલ પાછળ, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૬-ર૦રરના વાયમીલના ગેઈટ પાસે રાખી સુલતાન પીરની દરગાહ પાસે, ફરીયાદી ફીરોઝભાઈ પેશાબ કરવા જતા હોય ત્‍યારે આરોપીઓ અકબર સાયચા, જાફર ઈબ્રાહીમ જેડા એ મોટરસાયકલ લઈને આવી ફરીયાદી ફીરોઝને કહેલ કે સાઈડમાં રે નહીંતર ઉડાડી દેશુ તેમ કહી ફરીયાદી ફીરોઝભાઈને ભુંડી ગાળો આપી આરોપી જાફર એ ફરીયાદી ફીરોઝને પાછથી પકડી રાખી આરોપી અકબર એ છરીના બે ઘા પેટના ભાગે તથા એક ઘા ફરીયાદી ફીરોઝના જમણા હાથમાં તથા એક ઘા જમણા પગના સાથળના પાછના ભાગે મારી ઈજા કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો

પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૬-ર૦રરના મસીતીયા રોડ, અબ્‍બાસભાઈ ની હોટલ પાસે આરોપી મહમદઅર્શીલ મહમદજફર સદીકી એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ર૦૯૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:44 pm IST)