Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જામનગર બહેનની પજવણી કરતા યુવકને સમજાવવા જતાં હુમલો કર્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: સિકકા પોલીસ સ્‍ટેશનમાં અસગર તાલબ હુંદડા, ઉ.વ.ર૮, રે.લીલા બંગલા સામે, સિકકા ગામવાળા એ ફરીયાદ નોંધાવ છે. કે, તા.૧૪-૬-ર૦રરના ફરીયાદી અસગરની બહેન શબીરા કારાભુંગામાં રહેતી હોય તેમણે ફોન કરી ફરીયાદી અસગરને જણાવેલ કે પાડોશમા રહેતા આરોપી ઈમરાન કાસમ સુંભણીયા, આસીફ કાસમ સુંભણીયા તથા જાવીદ કાસમ સુંભણીયા ખુબજ હેરાન કરે છે તેમ વાત કરતા ફરીયાદી અસગર તથા  તેના ભાઈ અનવર તથા અબુબખર ત્રણેય જણા કારાભુંગામાં પોતાની બહેન પાસે જઈ બાદમાં ત્રણેય જણા પાડોશીમા રહેતા આરોપીઓ પાસે જઈ કહેલ કે અમારી બહેન શબીરાને શું કામ હેરાન કરો છો તેમ કહેતા આરોપીઓએ ઉશ્‍કેરાઈ જઈ આરોપી આસીફ કાસમ સુંભણીયાએ પોતાના હાથમાં રહેલ લોખંડનો સળીયો ફરીયાદી અસગરને માથામા મારી ઈજા કરી નીચે પડી જતા તેની સાથેના આરોપીઓએ ફરીયાદી અસગર તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી સામસામી ઝપાઝપી કરી તેમજ હવે પાછા કારાભુંગામાં આવશો તો પાછા જીવતા નહી જવા દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જી.જી.હોસ્‍પિટલમાંથી

મોટરસાયકલ ચોરાયું

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં શામજીભાઈ ધનાભાઈ બારીયા, ઉ.વ.૪ર, રે. ગોકુલનગર, ખોડીયારનગર, રામાપીરના મંદિર સામે, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૬-ર૦રરના જી.જી.હોસ્‍પિટલના પ્રસુતિ વિભાગના પાર્કીગમાં ફરીયાદી શામજીભાઈએ પોતાનું કાળા કલરનું હીરો હોન્‍ડા કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-બી.એલ-૯૮૯પ નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બારાડી ગામેથી મોટરસાયકલ ચોરાયું

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં ધીરેનભાઈ નરસંગભાઈ જાટીયા, ઉ.વ.ર૭, રે. બારાડી, તા.જોડીયાવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૬-ર૦રરના બારાડી ગામે ફરીયાદી ધીરેનભાઈએ પોતાનું મોટરસાયકલ હોન્‍ડા કંપનીનું સી.બી.આર જેના રજી.નં. જી.જે.-૦૩-જે.જી.-૬૩ર૮નું પોતાના ફળીયામાં પાર્ક કરેલ હોય કોઈ અજાણ્‍યા ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મોટરસાયકલ અડી જતા બઘડાટી

સિકકા પોલીસ સ્‍ટેશનમાં આસીફ કાસમ સુંભણીયા, ઉ.વ.રપ, રે.કારાભુંગા ખોડીયાર મંદિર પાસે,  સિકકા ગામવાળા એ ફરીયાદ નોંધાવ છે. કે, તા.૧૪-૬-ર૦રરના ફરીયાદી આરીફભાઈના ભાઈ કારાભુંગામા ચાલીને જતા હતા ત્‍યારે આરોપી કાસમ ઉર્ફે કાસલો એ મોટરસાયકલ ફરીયાદી આસીફના ભાઈ જાવીદ એ મોટરસાયકલ દુરથી ચલાવવા કહેતા તે બાબતે બોલાચાલી થયેલ ત્‍યારબાદ રાત્રીના નવેક વાગ્‍યે આરોપીઓ કાસમ ઉર્ફે કાસલો, સફરાજભાઈ સુંભણીયા, આરીસ સુંભણીયા, હારૂન સુંભણીયા એ ફરીયાદી આસીફના ભાઈ જાવીદને મોટરસાયકલ અડાળેલ હોય જે બાબતનું મનદુઃખ રાખીને ફરીયાદી આસીફને ગાળો આપી આરોપી કાસમ ઉર્ફે કાસલાએ ફરીયાદી આસીફની માતા ફરીદાબેનના પગમાં સળીયાનો ઘા કરી ગોઠણ થી નીચે ઈજા કરી બાદ પાઈપ લાવી ફરીયાદી આસીફને માથામા ઘા કરી ઈજા કરી તેમજ અન્‍ય આરોપી સફરાજભાઈ સુંભણીયા, આરીસ સુંભણીયા, હારૂન સુંભણીયા એ ફરીયાદી આસીફને તથા સાહેદ ફરીદાબેનને ઢીકાપાટુનો માર મારી સામસામી ઝપાઝપી કરી હવે કયારેય ધમકી આપી ગાળો આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બેડીમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ

બેડ મરીન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાહુલભાઈ રાજાભાઈ પાણકુટા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૬-ર૦રરના આરોપી વિરલબેન વિશાલભાઈ અશોકભાઈ ગુજરાતી, જયાબેન બાબુભાઈ પરમાર, જશુબેન હકાભાઈ બારૈયા, જીન્‍નતબેન ઈશાભાઈ નોતીયાર, અમીનાબેન હુશેનભાઈ જશરાયા, રે. બેડીગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૩૦૮૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:46 pm IST)