Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

બપોરે ૨:૪૫ વાગ્‍યેસૌરાષ્‍ટ્રના ૮ તાલુકામાં ઝાપટા

રાજકોટ,તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ વચ્‍ચે હળવા ઝાપટા ૮ તાલુકામાં વરસ્‍યા છે.

જેમાં વડિયા, કેશોદ,જૂનાગઢ, મેંદરડા, માણાવદર, વંથલી, વિસાવદર, ઉપલેટામાં હળવા ભારે ઝાપટા વરસ્‍યા છે.

‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા ભૌતિક પાનસુરીયાએ જણાવ્‍યુ છે કે, કાલાવડમાં વરસાદ બપોરે ચાલુ છે.

‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા મનસુખભાઇ ભેંસદડીયાએ જણાવ્‍યુ છે કે ગઇ કાલે ઉપલેટના ગધેથડ ગાયત્રી આશ્રમ આસપાસ ૩ ઇંચ વરસાદ પડયો છે. તેમજ ઉપલેટામાં આજે વરસાદી ઝાપટા વરસ્‍યા છે.

(4:25 pm IST)