Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દ્વારકા પાલિકાના લાંચ લેતા ઝડપાયેલ કર્મચારી રમેશ કણજારીયાને ૩ વર્ષની સજા

સ્પેશ્યલ ઍસીબી કોર્ટ દ્વારા ચુકાદો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ઃ દ્વારકા પાલિકાના લાંચ લેતા ઝડપાયેલ આરોપી રમેશ મેઘજીભાઇ કણજારીયાને સ્પેશ્યલ અસીબી કોર્ટે ૩ વર્ષની સજા ફટકારી છે.
પ્રા માહીતી મુજબ આરોપી રમેશભાઇ મેઘજીભાઇ કણજારીયા અોવરસીયર વર્ગ-૩  દ્વારકા નગર પાલીકાનાઅોને આ ફરીયાદીના પત્નીના નામે દ્વારકા નગર પાલીકા વિસ્તારમાં આવેલા પ૦૦ ફુટ પ્લોટમાં બાંધકામ કરવા અંગેની મંજુરી મેળવવા રૂ. ર૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરતા ફરીયાદી દ્વારા ઍસીબી જામનગરનો સંપર્ક કરતા ઍસીબી જામનગરનાઓ ને ફરીયાદીની ફરીયાદ લઇ લાંચનું છટકુ ગોઠવી આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડી પાડેલ બાદ આગળની ધોરણસરની કાર્યવાહી કરી પુરાવાઓ ઍકત્રીત કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતી.


બાદ નામદાર કોર્ટમાં આ કેસની ટ્રાયલ ચાલુ થતા ઍસીબીના તપાસ અધિકારી દ્વારા ચાર્જશીટ રજુ કરવામાં આવેલ વિવિધ પુરાવઅો ધ્યાને લીધેલ તેમજ જીલ્લા સરકારી વકીલ ઍલ.આર.ચાવડા દ્વારા અસરકાક અને ધારદાર રજુઆતો અને દલીલો કરવામાં આવેલ જેને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટ દ્વારા આરોપીને આ લાંચ માંગવાના અને સ્વીકારવાના ગુન્હા સબબ ભ્ર.નિ. અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ હેઠળ  બે વખતની સખત કેદ અને રૂ. પ૦૦૦નો દંડ તથા કલમ ૧૩ (ર) હેળ ૩ વર્ષની સખત કેદ અને રૂ. પ૦૦૦નો રોકડ દંડ તેમજ જા આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ઍ રીતનો આજરોજ નામદાર સ્પે.ઍડી. સેસન્સ જજ પી.ઍચ.શેઠ દ્વારકાનાઓઍ ચુકાદો આપેલ છે.


કોઇ પણ સરકારી અધિકારી-કર્મચારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ ઍસીબી કચેરીના ટોલ ફ્રી નં. ૧૦૬૪ ફોન નં. ૦૭૯ -રર૮૬૯ રર૮ ઇ-મેઇલ astdir-acbf2"gujarat.gov.in વ્હોટસઍપ નં. ૯૦૯૯૯૧૧૯પપ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.

(5:16 pm IST)