Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

બોટાદના ગઢડા પંથકમાં સચરાચર મેઘ મહેર:ભારે પવન સાથે વરસાદ બાદ ઢસાના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ

ઢસા, પાટણા, ભંડારીયા સહિતના ગામોમાં વરસાદનું આગમન થતાં જગતનાતાતના હૈયા હરખાયા: પાળીયાદ રોડ, સારંગપુર રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર ઠેર ઠેર વરસાદી પાણીના દ્રશ્યો સર્જાયા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ગઢડા પંથકમાં સચરાચર મેઘ મહેર થઈ હતી.તોફાની પવન સાથે ત્રાટકેલા વરસાદને લઈને ઢસાના અનેક વિસ્તારોમાં વીજ પૂવરવઠો પણ ખોરવાયો હતો. ઢસા, પાટણા, ભંડારીયા સહિતના ગામોમાં વરસાદનું આગમન થતાં જગતનાતાતના હૈયા હરખાયા હતા. બીજી તરફ બોટાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેને લઇને શહેરના પાળીયાદ રોડ, સારંગપુર રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. 

(9:37 pm IST)