Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન

વંથલી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડયો હોવાથી વતાવરમાં ટાઢક પ્રસરી

જૂનાગઢ :  હવામાન વિભાગની આગાહીને લઈને જૂનાગઢમાં ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ધીમીધારે વરસતું પાણી જમીનમાં ઉતરતું હોવાથી ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી. વધુમાં વંથલી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડયો હોવાથી વતાવરમાં ટાઢક પ્રસરી હતી.

(9:44 pm IST)