Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા રેડ,યલો અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

કુલ ૧૨૩ ક્રિટીકલ – સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સ વિસ્તારો પૈકી ૭૨વિસ્તારોને રેડ ઝોન અને ૫૧ વિસ્તારોને યલો ઝોન જાહેર

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એમ.જાનીએ તેમને મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ક્રિટીકલ – સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સ વિસ્તારોને આગામી તારીખ ૧૩/૦૮/૨૦૨૨ સુધી રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

આ જાહેરનામાં અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૨૩ ક્રિટીકલ – સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઈન્સ્ટોલેશન્સ વિસ્તારો પૈકી ૭૨વિસ્તારોને રેડ ઝોન અને ૫૧ વિસ્તારોને યલો ઝોન જાહેર કરેલ છે.

(10:36 pm IST)