Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબી જિલ્લામાં 26મી જૂને લોક અદાલત યોજાશે: કાનૂની સેવા સતા મંડળ દ્વારા આયોજન

મોરબી જિલ્લાના વાંકાનેર,હળવદ,ટંકારા અને માળીયા(મી.) ખાતે આગામી તા. 26મી જૂનના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ – 1988 અંતર્ગત અકસ્માતને લગતા કેસો (MACP મેટર્સ), ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટમેન્ટ એક્ટની કલમ-138ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાય.
રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NASA), નવી દિલ્હી તેમજ ગુજરાતી રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.) ખાતે આગામી તા. 26-06-2022ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોક અદાલતમાં હાજર રહેતી વખતે પક્ષકારો અને વકીલઓએ કોવિડ–૧૯ના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
પક્ષકારોએ લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો તે જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતીનો ફોન ઉપર સંપર્ક કરવાનો રહેશે.

(10:40 pm IST)