Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દેશમાં વધતી કટ્ટરતા અને હિંસા કરનાર સામે કાર્યવાહીની માંગ : હિંદુ સંગઠનોએ આવેદન પાઠવ્યું.

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળે આવેદન આપ્યું.

મોરબી :દેશમાં હાલ અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે જેહાદી તત્વો સતત હિંસા ફેલાવી રહ્યા છે ત્યારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદન પાઠવી આવા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે
વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા મોરબી જીલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવી જણાવ્યું છે કે દેશમાં જેહાદી કટ્ટરતા વધી રહી છે યોજનાપૂર્વક હિંદુઓ પર હુમલા કરવામાં આવે છે નુપુર શર્મા અને નવીન જીન્દાલના નિવેદનને લઈને ગત શુક્રવારે જુમ્મે નમાજ બાદ મસ્જીદોથી હમલા કરવામાં આવ્યા જેમાં હિંદુ ઘરો, દુકાનો અને વાહનોને આગ લગાવવાની ઘટનાઓ બની હતી દેશની સંપત્તિ અને મંદિરોને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે જેથી સમગ્ર દેશનો હિંદુ સમાજ આવા હુમલાથી આઘાતમાં છે અને સાથે હિંદુ સમાજમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે
વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળે કરેલી માંગણીઓ નીચે મુજબ છે
૧. ગત બે જુમ્મે નમાજ પછી મસ્જીદોથી નીકળેલી ભીડ અને દંગા ભડકાવનારની ઓળખ કરી કાર્યવાહી  કરવામાં આવે ૧૭ જુનના રોજ આવી મસ્જીદો પર નજર રાખવામાં આવે
૨. ભડકાવવા વાળા મૌલવીઓ અને અન્ય મુસ્લિમ તેમજ સેક્યુલર નેતાઓની ઓળખ કરીને રાસુકા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે
૩. દેશમાં ઝેરીલા ભાષણ આપવા વાળા સામે કાર્યવાહી કરાય
૪. જે લોકોને ધમકીઓ મળે છે તેને સુરક્ષા આપવામાં આવે અને ધમકી આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરાય
૫. જે મસ્જીદો અને મદ્રેસાઓમાંથી ભીડ નીકળે છે તેની એનઆઈએ ટીમ દ્વારા તપાસ કરાય
૬.  જેહાદી કટ્ટરતા ફેલાવનાર અને દેશમાં હિંસા ફેલાવનાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અને તબલીગી જમાત જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં આવે
૭. જે સ્થળોએ હિંદુ અલ્પ સંખ્યક છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી છે

(10:42 pm IST)