Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબી : વિદેશી દારૂનું વેચાણ તથા હેરાફેરી કરતા શખસો સામે કર્યવાહી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા 3 શખ્શો રંગેહાથ ઝડપાયા.

ત્રાજપર ચોકડી પાસેથી 10 બોટલ સાથે એક ઝડપાયો.: મોરબી, વાંકાનેર અને ટંકારામાં દેશી દારૂ વેંચતા ઈસમો ઝડપાયા, 3 મહિલા સહિત 4ની ધરપકડ.

મોરબી :બાતમીના આધારે વિદેશી દારૂનું વેચાણ તથા હેરાફેરી કરતા શખસો સામે કાર્યવાહી કરી હતી.જ્યાં 3 સ્થળોએ 3 શખ્શો ઈંગ્લીશ દારૂ સાથે રંગેહાથ ઝડપાયા હતા.

પ્રથમ કિસામાં આરોપી વનરાજભાઇ વીરમભાઇ બરબરીયા પંચાસર રોડ ગીતાઓઇલ મીલ પાસે પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂની રોયલ ચેલેન્જ પ્રીમીયમ રીઝર્વ વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ ની કંપની શીલબંધ બોટલ નંગ.૧ ની કિ.રૂ.૫૨૦  નો મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવા અર્થે રાખી મળી આવ્યો હતો.
બીજા કિસ્સામાં આરોપી સોહીલ ઉર્ફે સવો સલીમભાઇ મોવર ચાસર રોડ ખ્વાજા પેલેસ સામે પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂની સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ ની ફોર સેલઇન હરીયાણા ઓન્લી ની બોટલ નંગ.૧ ની કિ.રૂ.૩૦૦/- નો મુદામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો.
ત્રીજા કિસ્સામાં આરોપી સાહીલભાઇ હિતેષભાઇ વિઠલાપરા માધાપર શેરીનં.૨૦માં પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂની સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ ની ફોર સેલઇન હરીયાણા ઓન્લી ની બોટલ નંગ.૧ ની કિ.રૂ.૩૦૦/- નો મુદામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવ્યો હતો.
આ 3 કિસ્સામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પ્રોહી કલમ ૬૫-A-A, ૧૧૬-B, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં ત્રાજપર ચોકડી પાસેથી  10 બોટલ સાથે એક ઝડપાયો.
મોરબીમાં દારૂબંધીના કાયદાના અમલ માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે પણ લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ અવારનાર વિદેશી દારૂ સાથે મળી આવે છે. જ્યાં તાજેતરમાં ત્રાજપર ચોકડી પાસેથી 10 બોટલ વિદેશી દારૂ સાથે 1 ઈસમ ઝડપાયો છે. જેની ધરપકડ કરીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ત્રાજપર ચોકડી થી વાંકાનેર તરફના સર્વીસ રોડ પર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં તૈનાત હતી. જ્યાં આરોપી ભરતભાઇ દેવાયત્તભાઇ મૈયડ મળી આવતા પોલીસે તેની તલાશી લીધી હતી. જ્યાં રૂ. 8500ની કિંમતની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ  બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રિમીયમ વ્હિસ્કી ફોર સેલ ઇન દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લી લખેલી વિદેશી દારૂની 10 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે પ્રોહી એકટ કલમ-૬૫-એ.એ,૧૧૬(બી) મુજબ ગુનો નોંધી આરોપી ભરતની ધરપકડ કરી આ દારૂની બોટલો તે કયાંથી લઈને આવ્યો હતો અને કોને આપવા જતો હતો એ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી, વાંકાનેર અને ટંકારામાં દેશી દારૂ વેંચતા ઈસમો ઝડપાયા, 3 મહિલા સહિત 4ની ધરપકડ.

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી, વાંકાનેર અને ટંકારામાં 4 ઈસમો ઝડપાયા છે.
પ્રથમ કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી બબીબેન વેરશીભાઇ સનુરા ત્રાજપર ઓરીએન્ટલ બેન્ક વાળી શેરીમાં કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મીલીની કોથળીઓ નંગ-૧૬ દારૂ લીટર-૦૪ કીંમત રૂપીયા-૮૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી. બીજા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી સીદુબેન મનુભાઇ વરાણીયા ત્રાજપર ઓરીએન્ટલ બેન્ક વાળી શેરીમાં પોતાના કબ્જામા કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મીલીની કોથળીઓ નંગ ૧૨ દેશીદારૂ લીટર-૦૩ કીં રૂ.૬૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી.
ત્રીજા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી રાજેશભાઈ ખેંગારભાઈ બાવરીયા નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લીટર-૦૨ કિં.રૂ.૪૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં ટંકારામાં મહિલા આરોપી જશીબેન ભરતભાઇ દેવજીભાઇ ખાખરા ગામે પોતાના કબ્જામા એક પ્લા.ની થેલીમાં  દેશી દારુ ભરેલ પ્લા.ની નાની પારદર્શક કોથળીઓ નંગ-૩૦ લીટર આશરે ૦૬ જેની કી.રુ.૧૨૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી  મળી આવી હતી.
આ 4 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:56 pm IST)