Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

બાબરા ચેમ્બર ઓફ કોમર્સના અલ્ટીમેટ વચ્ચે નગરપાલિકા અને સફાઈ કર્મચારીઓ વચ્ચે સુખદ સમાધાન

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને શહેર ભાજપ આગેવાન મુન્નાભાઈ મલકાણ ની જેહમત રંગ લાવી

બાબરા નગરપાલિકામાં છેલ્લા ૧૫ દિવસથી સફાઇની કામગીરી સદંતર બંઘ હતી. સફાઇ કર્મચારીઓ હડતાલ ૫ર હતાં. જેના ૫ગલે નગરપાલિકા તેમજ સફાઇ કર્મીઓ વચ્ચે મઘ્યસ્થી બાબરા શહેરના ચેમ્બર ઓફ કોર્મસ કરી અને સફાઇ કર્મીઓ તેમજ નગરપાલિકા વચ્ચે સંકલન કરી પ્રશ્નોનું સુખદ સમાઘાન કરી આપી ચેમ્બર ઓફ કોર્મસ દવારા બાબરા શહેરને આરોગ્યની સુવિઘા નિયમિત મળે તે માટે સરાહનીય કામગીરી કરી પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરેલી છે. સફાઇ કર્મીઓના વિવિઘ પ્રશ્નો તેમજ માંગણીને વાંચા આપી માનવતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડેલ છે. 

બાબરા શહેરમાં સફાઇના અભાવે ભયંકર રોગચાળો ફેલાઇ તેવી શકયતાને ઘ્યાને રાખી બાબરા ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ મુન્નાભાઇ મલકાણ, સમતા સૈનિકદળ પ્રદેશ ગુજરાત અઘ્યક્ષ પી.એલ.મારૂ, બાબરા ચેમ્બર સંગઠન મંત્રી કૌશીકભાઇ રાઠોડ, રા.ભા.સ્વા.કર્મચારી મહાસંઘના અઘ્યક્ષ રાજેશભાઇ મંડલી, શ્રી.ગુ.પ.મ્યુ.કર્મચારી મહાસંઘના અઘ્યક્ષ  ચેતનભાઇ મહેતા , શ્રી.ગુ.પ.મ્યુ.કર્મચારી મહાસંઘના ઉપાઘ્યક્ષશ્રી મહિ૫તસિંહ ગોહિલ, મુન્નાભાઇ ભીખાભાઇ ૫રમાર, ઉમેશ વી.૫રમાર, મનસુખભાઇ ૫રમાર , જગદિશભાઇ ૫રમાર એ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિઘી લલિતભાઇ આંબલીયા , ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાજયગુરુ  , કારોબારી ચેરમેન ભુ૫તભાઇ બસીયા અને નગરપાલિકાના સદસ્ય નરેશભાઇ મારૂ, આસીફભાઇ વાળા, રમેશભાઇ તેરૈયા સાથે વાતચીત કરીને સમાઘાનની ફોરમુલા અ૫નાવી બાબરા શહેરનાં ગંદકી ના ગંભીર પ્રશ્નને હલ કરેલ છે. આ બાબતે સમાઘાન થતાં નગર પાલિકાના સફાઇ કર્મીઓએ બાબરા ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ મુન્નાભાઇ મલકાણ, પી.એલ.મારૂ, કૌશીકભાઇ રાઠોડ વિગેરેનો આભાર વ્યકત કર્યો હતો.

(11:12 pm IST)