Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કોડીનારના જંત્રાખડી ગામે દુષ્કર્મ બાદ બાળકીની હત્યા મામલે આરોપીને ફાંસીની સજા આપોની માંગ: વિશાળ રેલી યોજાઇ

કોડીનાર શહેરના સોમનાથ મંદિરથી સર્વે સમાજ દ્વારા રેલી યોજાઇ; રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

કોડીનારના જંત્રાખડી ગામે 4  દિવસ પહેલા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા નિપજાવવામાં આવી હતી.જે મામલે લોકોમાં ભરેલા અગ્નિ જેવો માહોલ છે. ત્યારે આજે સમગ્ર મામલે કોડીનાર શહેરના સોમનાથ મંદિરથી સર્વે સમાજ દ્વારા રેલી યોજાઇ હતી. જે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો મહિલાઓ પણ જોડાય હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ હાજરી આપી હતી. આ રેલીનો હેતુ આરોપીને તત્કાલ ધોરણે ફાંસીના માંચડે ચડાવવા આવે તેવી માંગ કરાઇ હતી. 

કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોના લોકોની સાથે આ રેલીમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પણ જોડાયા હતા. અને રેપ વિથ મર્ડર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે પીડિત પરિવારને મળી સાંતત્વના સાથે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમજ આ કેસ કઈ રીતે તપાસ થઈ રહી છે અને કેવી તપાસ થશે તે સમગ્ર મામલે પીડિત પરિવારને સમજ આપી હતી. ઉલ્લેખનીય છે કે ઘટનાના અમુક કલાકમાં જ આરોપીને પોલીસે દબોચી લીધો હતો. કોર્ટએ આરોપીના 6 દીવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ આ કેસમાં sit ની રચના કરાય છે. પરંતુ આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવાની પણ ખાત્રી આપવામાં આવી હતી.

(11:39 pm IST)