Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા વિવિધ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને પ્રમોશન અપાયું

જીલ્લા એસપી એસ આર ઓડેદરા દ્વારા પોલીસ કર્મચારીઓને પ્રમોશનની ભેટ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા વિવિધ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને પ્રમોશનની ભેટ અપાઈ છે  જીલ્લા પોલીસવડા દ્વારા ૨૮ કર્મચારીઓના પ્રમોશનના આદેશ આપવામાં આવ્યા છે

જીલ્લા એસપી એસ આર ઓડેદરા દ્વારા પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં કેશુભાઈ બાવળિયા, મનુભાઈ ડાંગર અને વનરાજસિંહ બાબરિયાને હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ તરીકે, જયારે દેવાયતભાઈ ગોહેલ,યુસુફહયાત ભોરણીયા, તેજસકુમાર વિડજા, ધર્મેન્ર્કકુમાર વાઘડીયા, રણજીતભાઈ મઠીયા, આશીફ ચાણકીયા, મુકેશ ગોહિલ અને રાજેશકુમાર બોરિયાને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે

જયારે ધીરજલાલ હેરભા, પ્રવીણકુમાર ભાટિયા, રામજી હડીયલ,ભાવેશકુમાર વરમોરા, ભુપતભાઈ પરમાર અને રાજેશકુમાર સોનાગરાંને હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ તરીકે બઢતી આપી છે તો પોલીસ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ જાડેજા, પ્રવીણકુમાર મિયાત્રા, વિજયકુમાર ચાવડા, રાજેન્દ્રસિંહ રોડીયા, બકુલકુમાર કાસુન્દ્રા, કાશ્મીરા વાઘેલા, વિશ્વરાજસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ ઝાલા, રોહિતકુમાર દેત્રોજા અને હરદીપસિંહ ઝાલાને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું છે જયારે ઇન્દ્રજીતસિંહ ઝાલાને હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે

(7:57 pm IST)