Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ચોટીલામાં રહેણાંક વિસ્તારમાં બેફામ બનેલ ટ્રકઃ સ્કુટરનો કચ્ચરઘાણ

સોસાયટીમાં ભારે વાહનો પર પ્રતિબંધ લાદવા ઉઠી માંગ

ચોટીલા તા.૧૬: ચોટીલામાં થાનરોડ ઉપરની સોસાયટી વિસ્તારમાં ગુરૂવારનાં એક ટ્રક બેફામ બનતા અકસ્માત સર્જયો હતો, જોકે પિતા પુત્રનો આબાદ બચાવ થયેલ છે. લોકો એ સોસાયટી વિસ્તારમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ લાદવા માંગ કરી છે.

અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ થાનગઢ રોડ ઉપરની પંચનાથ સોસાયટી થી મનહર પાર્ક જવાના રસ્તા ઉપર એક ટ્રકના ચાલકે રીવર્સમાં બેફામ બેફિકરાઈથી ચલાવતો આવતા નજરે જોનાર આસપાસનાં લોકો બુમાબુમ કરેલ તેમ છતા પાછળ સ્કુટર ઉપર રહેલા પિતા પુત્રને ઠોકરે ચડાવેલ હતા સદનસીબે લોકોની બુમરેણથી શાહનવાઝ મીર્ઝા તેમના ૮ વર્ષના પુત્ર આસિફ ને લઈ કુદકો મારી જતા બંન્ને નો સદનસીબે આબાદ બચાવ થયેલ છે. અકસ્માત અંગે પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયેલ અને તપાસ હાથ ધરેલ છે સોસાયટી વિસ્તાર માંથી બેફિકરાઈથી ચલાવી હાઇવે રોડ ઉપર ચડે છે આવા વાહનોને સોસાયટીમાંથી પસાર થતા બંધ કરાવવા પ્રતિબંધ મુકાવો જોઈએ તેવી સોસાયટીના રહીશોએ માંગણી કરી છે.

(11:34 am IST)