Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સૌરાષ્ટ્રમાં વરસતા માત્ર હળવા-ભારે ઝાપટા

સાર્વત્રિક વરસાદની રાહ વચ્ચે મિશ્ર વાતાવરણનો માહોલ યથાવતઃ સાંજના સમયે દરરોજ વરસાદી માહોલ

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદની રાહ વચ્ચે હળવા ભારે ઝાપટારૂપે વરસાદ વરસી જાય છે.

છેલ્લા થોડા દિવસોથી મેઘાવી માહોલ વચ્ચે સાંજના સમયે વરસાદ વરસી જાય છે જો કે હજુ સુધી સર્વત્ર વરસાદ વરસતો નથી.

આજે પણ સવારથી મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને અચાનક વાદળા છવાઇ જાય છે. તો થોડીવારમાં તાપ પડે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૭ મહત્તમ, ર૬.પ લઘુતમ ૯૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

મોટી પાનેલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી : ગઇકાલ ગુરૂવારના આખો દિવસ ધુપછાંવ જેવું વાતાવરણ રહેલ છેલ્લા ચાર દિવસથી વરસાદ પડતો હોવા છતાં ગરમીમાં કોઇ રાહત નથી આખો દિવસ અસહ્ય ઉકળાટ વચ્ચે સાંજના પાંચ વાગ્યા દરમિયાન એકાએક વાદળો છવાયા હતા અને ધનાધન વરસાદ ચાલુ થઇ જતા જોતજોતમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો બજારોમાં પાણી ભરાયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

અમરેલી

અમરેલી        ર મી.મી.

જાફરાબાદ      ર૯ મી.મી.

ધારી           ૬ મી.મી.

બાબરા         પ મી.મી.

રાજુલા         ૧૭ મી.મી.

લીલીયા        ૧૧ મી.મી.

સાવરકુંડલા     ૪ મી.મી.

કચ્છ

અબડાસા       ૧૧ મી.મી.

નખત્રાણા       ર૪ મી.મી.

ભચાઉ          ૬ મી.મી.

ભુજ            ૧૯ મી.મી.

રાપર           ૧૩ મી.મી.

લખપત ૧૦ મી.મી.

ગીર સોમનાથ

ઉના            ૧૪ મી.મી.

ગીરગઢડા      ૧૩ મી.મી.

તાલાલા        ૩ મી.મી.

વેરાવળ        ર મી.મી.

સુત્રાપાડા       ૧૦ મી.મી.

જામનગર

જામજોધપુર    ૧૧ મી. મી.

જામનગર      ૩ મી. મી.

જુનાગઢ

કેશોદ          ૮ મી. મી.

મેંદરડા         ૬ મી. મી.

માંગરોળ       ર મી. મી.

માણાવદર      ૪ મી. મી.

પોરબંદર

પોરબંદર       ૬ મી. મી.

દેવભૂમિ દ્વારકા

ભાણવડ        ૩ મી. મી.

રાજકોટ

જસદણ ૩ મી. મી.

પડધરી         ર મી. મી.

(11:37 am IST)