Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઘોઘાવદરના ઇલેકટ્રીક એન્જિનિયરે બેટરી સંચાલિત બાઇક બનાવ્યું

સો કિલોની ક્ષમતાનું બાઇક ૩૫ કિ.મી.ની સ્પીડે ચાલી રહ્યું છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૬ : ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા નટવરભાઇ બિપીનભાઇ ડોબરીયા ઓટોમોબાઈલ એન્જિનિયરનો સરકારી એન્જિનિયરિંગ કોલેજ- રાજકોટ ખાતે અભ્યાસ કરી ચુકયા છે. પેટ્રોલના વધતા ભાવ અને પર્યાવરણ માં થાતી ખરાબ અસરોને ધ્યાનમા રાખિને એન્જિનિયરિંગના ફાઇનલ પ્રોજેકટ તરિકે ઇલેકિટ્રક મોટરસાયકલ બનાવાવનો નિર્ણય લીધો હતો.

આ બાઇક ૧૦૦ કિલોની ક્ષમતા સાથે ૩૫ કિમી કલાકની સ્પીડ સાથે ચાલે છે. બાઇક બનાવા મેટ ૨૫૦ વોટની મોટર અને ૪૮ વોલ્ટ ની બેટરીનો ઉપયોગ કર્યો છે. ડિઝાઇન તૈયાર કરીને બાઇક બનાવામા લગભાગ ૨ મહીનાનો સમય લગ્યો હતો. લીડ - એસિડ બેટરીની જગ્યાએ આ બાઇકમાં લિથિયમ-આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરી સંપૂર્ણ ચાર્જ થવા માટે ૩ કલાકનો સમય લે છે . જો કે એસિડ બેટરી સંપૂર્ણ ચાર્જ કરવામાં ૮ કલાકનો સમય લે છે. અને પૂર્ણ ચાર્જ સાથે ઇલેકિટ્રક બાઇક ૫૦ કિ.મી. સુધી જઈ શકે છે. ઇલેકિટ્રક બાઇક બનાવા માટે કુલ ૪૦,૦૦૦ ખર્ચ કર્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા ઇલેકિટ્રક વાહનો ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ હાલ મોટી કંપનીના ઇલેકિટ્રક વાહનોની કિંમત ખૂબ ઊંચી હોય લોકોને પરવડી રહ્યાં નથી ત્યારે ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામના યુવાને ઈલેકટ્રીક બાઈક બનાવી એક નવી રાહ દેખાડી છે.

(11:39 am IST)