Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સોમનાથ-પ્રભાસ પાટણમાં ધો. ૧રના પ્રત્યક્ષ અભ્યાસ વર્ગ કાર્યરત થયા

લાંબા સમયથી સૂમસામ બનેલા શૈક્ષણિક વર્ગો વિદ્યાર્થીઓના આગમનથી ચહલપહલના ધબકાર સાથે જીવંત બન્યા

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૬ :.. કોરોના હળવો થતાં રાજય સરકારે ધોરણ-૧ર ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની મંજૂરી આપતાં સોમનાથ-પ્રભાસ પાટણમાં શંખચક્ર  સર્કલ પાસે આવેલ એમ. જે. સ્વામીનારાયણ ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ ખાતે સરકારશ્રીના કોરોના ગાઇડ લાઇન પ્રોટોકલ મુજબ વર્ગ શરૂ થયા.

પ્રથમ દિવસે ર૬ વિદ્યાર્થીઓએ વાલીની સંમતીપત્ર સાથે લાવી ઓફ લાઇન અભ્યાસ કર્યો જયારે ર૭ વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ મેળવ્યુ શાળાના મુખ્ય આચાર્ય સહાણી સોનલબેનના માર્ગદર્શન મુજબ પાંચ શિક્ષકોએ શિક્ષણ કાર્ય આગળ વધાર્યુ. આજે શાળામાં સેનેટાઇઝરેશન, ફરજીયાત માસ્ક, દૂર દૂર અંતરે બેઠક વ્યવસ્થા - રીસેસ નહીં સહિતના નિયમોથી સવારે ૮ થી ૧ર સુધી સરસ્વતી સંકુલ વિદ્યામય બન્યું વિદ્યાર્થીઓ ખૂબ જ લાંબા સમય બાદ સ્કુલે આવતાં અનેરો ઉત્સાહ ચહેરા ઉપર નજરે ચઢતો હતો. વરસાદી વાતાવરણ ઘટયા બાદ હજુ પણ પ્રત્યક્ષ શિક્ષણ તરફ સંખ્યા વધવા શકયતા છે.

(11:43 am IST)