Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પ્રભાસપાટણમાં ગંદી ગટરોની વર્ષો પછી સાફ કરાઈ : ન.પા.પ્રમુખ પીયુષ ફોફંડી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: સોમનાથમાં ર૩ વર્ષથી સતા ઉપર ભારતીય જનતા પક્ષ હોયત્યારે તેમનાજ નગરપાલિકા પ્રમુખ દ્રારા સોશ્યલ મીડીયામાં વર્ષોથી ભરાયેલ ગંદી ગટરો સાફ કરવાના વીડીયો અને ફોટા મુકાયેલ છે તેમાંલખેલ છે કે વોર્ડ ર અને ૩ ની ગંદી ગટરો વર્ષો પછી સાફ કરવાની કામગીરી હાથ ધરાયેલ છે તો અત્યાર સુધી ભાજપ સાશન માં અનેક પ્રમુખો તેમજ સતાધીશો કોઈ કામગીરી કરી નહી હોય તેવું જાહેર માંઆક્ષેપો થયેલ છે.

વેરાવળ નગરપાલિકા પ્રમુખ પીયુષ ફોફંડી એ સોશ્યલમીડીયા માં પ્રભાસપાટણ વોર્ડ નં.ર અને ૩ માં વરસાદ ના પાણી ભરાઈ જતા તે વિસ્તારના નગરસેવકો એ જાણ કરેલ જેથી વર્ષો બનેલી આ ગટરોમાં કચરો,પ્લાસ્ટીક ભેગું થયેલ હતું જેથી આ ગટરો બંધ પડેલ હતી પાણીનિકાલ થતો ન હતો તાત્કાલીક જેસીબી દ્રારા સ્થળ ઉપર કચરો બહાક કાઠવાની કામગીરી શરૂ કરાયેલ હતી ગટરોમાં ભારે ગંદકી વાળો ટનબંધ કચરો બહાર કાઠેલ હતો અને હજુ આ કામીગીર કરવી પડશે તેમ નગરપાલિકાએ જણાવેલ હતું.

વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં ર૩ વર્ષથી ભાજપ નું શાસન છે અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણી નિકાલની વ્યવસ્થા થયેલ નથી તેમજ અનેક ગટરોમાં ગંદો કચરો વર્ષોથી જામેલો છે તો આટલા વર્ષોથી ફકત વિકાસ ના વાતો થયેલ હોય પણ નકકર કામગીરી થયેલ ન હોય તેવા અનેક આક્ષેપો નગરજનો દ્રારા થઈ રહેલ છે ચાર માસ પહેલા પ્રમુખે પણ કબુલ કરેલ છે કે મુખ્યગટરો વર્ષોથી બનેલ છે તેમાંસાફ સફાઈ થયેલ નથી જેથી તાત્કાલીક અનેક વિસ્તારોમાં યુઘ્ધના ધોરણે પાણી નિકાલ તેમજ ગટરો સાફ સફાઈ ની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(12:41 pm IST)