Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ભવનાથ ખાતે ગીરનારી ભાગવત કથાનું રસપાન કરતા આહિર

 જૂનાગઢ : ભવનાથ ખાતે ગુરૂ ગોરખનાથ આશ્રમ ખાતે ગીરનારી ભાગવત સપ્તાહ યોજાઇ છે. પૂ.શેરનાથ બાપુ દ્વારા ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની આયોજીત આ ગીરનારી ભાગવત સપ્તાહમાં આજે પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે કથાશ્રવણનો લાભ લીધો હતો. ભાગવત સપ્તાહમાં આજે પૂ.રમેશભાઇ ઓઝાએ કૃષ્ણ જન્મોત્સવનું ભાવવાહી રસપાન કરાવી શ્રોતાઓને ધર્મમય બનાવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી સાથે શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા દાદુભાઇ કનારા સહિત અન્ય મહાનુભાવો સહભાગી થયા હતા.

(12:42 pm IST)