Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ટ્રેકટર-સનેડો-થ્રેશરની ચોરી કરનાર ર ઝડપાયા

રાજકોટ અને અમરેલી જીલ્લામાં થયેલ ૯ ચોરીનો ભેદ ઉકેલાયોઃ ૯.૭૯ લાખના મુદ્દામાલ સાથે મહેશ ઉર્ફે ગંઢી સોલંકી અને રોહિત રાજયગુરુની ધરપકડ

(કેતન ઓઝા-અરવિંદ નિર્મળ દ્વારા) જેતપુર-અમરેલી તા.૧૬ : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી ખેતીવાડીને લગતા સાધનો તથા ટેકટર, ટ્રોલી, રોટાવેટર,થ્રેશર, સનેડાનીચોરી કરનાર મહેશ ઉર્ફે ગંઢી રવજીભાઇ સોલંકી ઉ.રપ ધંધાો-ખેતી, રહે.મોણપર, વાવડી રોડ, ખારૂડી વિસ્તાર તા.જી. અમરેલી અને  રોહીત દિલીપભાઇ રાજયગુરૂ ઉ.ર૬, ધંધો ખેત-મજુરી રહે. મોણપર, ચિતલ રોડ, ધાનાણી પ્લોટ વિસ્તાર, તા.જી.અમરેલીને પોલીસે ઝડપી લીધેલ છે.

આ શખ્સે જે જગ્યાએથી ચોરી કરવાની હોય તે જગ્યાએ દિવસ દરમિયાન મોટર સાયકલ લઇ રેકી કરી, જગયા પસંદ કરી લેતા હતા અને મોડી રાત્રીના સમયે જે વાહન કે ખેતી વાડીના ઓજારો જેવા કે ટ્રેકટર થ્રેશર, સનેડા(નંદી) બળદ ગાડુ જેવા વાહનો સાધનો ચોરી કરવાના હોય તે વિસ્તારની સ્ટ્રીટ લાઇટોના ઇલેકટ્રીક વિજ વાયરો કાપી મોડી રાત્રીના વાહનને ડાયરેકટ કરી વાહન ચાલુ કરી ખેતી-વાડીના સાધનોની ચોરી કરી ત્યાંથી નાસી છુટતા હતા અનેઆવા ખેતી-વાડીના ઓજારો ટ્રેકટર ટ્રોલી, રોટાવેટર થ્રેશર, સનેડાની (નંદી) બળદ ગાડા જેવા વાહનો-સાધનોની ચોરીઓને અંજામ આપતા હતા.

આરોપીઓ પાસેથી એક આઇસર કંપનીનું ટ્રેકટર રજી. નંબર જીજે-૦૩-એસએસ ૪૭૯૦ જે ટ્રેકટરની કિ.રૂ.ર,૦૦.૦૦૦, એક સોનાલીકા કંપનીનું ટ્રેકટર જેના એન્જીન ન઼બર ૩૦૯પએફએલ.૬રબી૮૩૭૩ર કિ.રૂ. ૮૦,૦૦૦ તથા એક આઇસર કંપનીનું ટ્રેકટર રજી. એન્જીન નંબર પ૧૮પર૭ર૦૭૬૭ કિ.રૂ.૮પ.પપ૧ તથા એક ટ્રેકટરની ટ્રોલી જેના ચેસીસ નં.વાયએ૧૨૯૦૭ કિ. રૂ. ૮૬.૦૦૦ તથા એક સનેડો (નંદી) વાહન કિ. રૂ.૧,ર૭,૦૦૦ તથા એક સનેડો (નંદી) વાહન કિ. રૂ.૩૦,૦૦૦ તથા એક થ્રેશર મશીન કિ.રૂ. ૮૦,૦૦૦ એક રોટાવેટર કિ. રૂ. ૩૦,૦૦૦ તથા એક સનેડો (નંદી) વાહનની લારી (ટ્રોલી) કિ. રૂ. ૧પ,૦૦૦ તથા એક સેનડો (નંદી) વાહનની લારી (ટ્રોલી) કિ. રૂ. રપ.૦૦૦ તથા એક એન્ડ્રોઇડ તથા એક કી.-પેટ મોબાઇલ નંગ ર જેની કિ. રૂ.૧૦,પ૦૦ મળી કુલ કિ. રૂ. ૯,૭૯,૦પ૧ નો મુદામાલ કબ્જે કરેલ છે.

પોલીસે ગોંડલ, વડિયા, બાબરા પંથકમાં થયેલ ૯ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અનડીટેકટ ખેતી-વાડીને લગતા સાઘનો તથા ટ્રેકટર ટ્રોલી રોટાવેટર, થ્રશર સનેડા (નંદી) બળદ ગાડુ વિગેરેની ચોરી કરતા ગુન્હાઓના આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે કુલ કિ.રૂ. ૯,૭૯,૦પ૧ ના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં અમરેલી એસ.ઓ.જી.ના પો.સ.ઇ. એમ.એ. મોરી તથા એસ.ઓ.જી. ટીમને સફળતા મળેલ છે.

(12:43 pm IST)