Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમરેલી સમર્થ વ્યાયામ મંદિરની કાયાપલટમાં જેમનો સિંહ ફાળો છે તેવા પી.પી. સોજીત્રાનું રમતવીરો દ્વારા અદકેરૃં સન્માન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૬ :  શહેરના લોકોના હૃદયમાં ''અખાડા'' ના નામથી  જાણીતા સમર્થ વ્યાયામ મંદિરનો લાભ અમરેલીના સેંકડો યુવાન રમપ્રેમીઓ, બાળકો તથા તંદુરસ્તી અને ફીટનેસ ટકાવવા ઇચ્છતા મોટી ઉંમરના વડીલો વર્ષોથી લેતા આવ્યા છે. ૮ દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત આ સંસ્થાએ અમરેલી જિલ્લાને અનેક કુસ્તીબાજો અને વિવિધ સ્પોર્ટસના ખેલાડીઓ આપ્યા છે. સમયાંતરે તેના મેદાનમાં મુંબઇ સ્થિત સ્વ. મંગળદાસ મહેતાના ઉદાર દાનથી જોગીંગ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું જેનો લાભ અસંખ્ય નાગરિકો લઇ રહ્યા છે. પરંતુ, અખાડાની મુળ ઇમારત જજૂરીત બની ચુકી હતી. આવા સમયે આ સંસ્થા સાથે જોડાયેલ ડો. ભરત કાનાબો યુવાનો માટે અદ્યતન બેડમીન્ટર કોટ બનાવવાનો વિચાર મુકયો. આ માટે ડો. કાનાબારે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાનો સંપર્ક કરી તેમની ગ્રાન્ટમાંથી રપ લાખ રૂપિયા આપવા માટે તેમને સંમત કર્યા. પણ આ રકમ અપુરતી હતી. આ બાબત પી.પી. સોજીત્રાના ધ્યાને આવતા તેમણે બેડમીન્ટર કોટ બનાવવા ખુટતી રકમ પોતે નગરપાલીકાના માધ્યમથી પુરી કરી દેશે તેવી ખાત્રી આપી એટલું જ નહીં પણ અખાડાના જુના મકાનને પાડી ત્યાં આધુીનક સુવિધાસભર જીમ બનાવવા માટે પણ મદદ કરવાની ખાત્રી આપી.

આજે પી.પી. સોજીત્રાની દૃષ્ટિ અને કુનેહને કારણે વ્યાયામ મંદિરને ઇન્ટરનેશનલ કક્ષાનો બેડમીન્ટર કોટ અને અતિ આધુનિક જીમ ઉપલબ્ધ થયા છે. આજે સેંકડો યુવક-યુવતીઓ ખુબ જ નજીવી ફી ભરી આ અદ્યતન જીમનો લાભ લઇ રહ્યા છે.

આ ઉપરાંત વ્યાયામ મંદિરમાં સર્વેલન્સ કેમેરા તથા પાછળના ભાગમાં સુવિધાસભર સ્નાનાગર પણ પી.પી. સોજીત્રાની જ દેન છે. અખાડામાં તેમના આ યોગદાન માટે તા. ૧ર-૭ના સોમવારે, અખાડાનો લાભ લેતા વિવિધ રમતોના ગૃપ દ્વારા પી.પી. સોજીત્રાનું ભવ્ય સન્માન કરવામાં આવેલ.

આ પ્રસંગે ઉપસ્થિત વ્યાયામ મંદિરના ટ્રસ્ટી શ્રી એમ. કે. સાવલીયાએ પી.પી. સોજીત્રાએ કરેલ મદદને બિરદાવી, અમરેલી શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા તમામ વિકાસ કામો તેમની સૂઝ અને દીર્ધ દ્રષ્ટિએ કારણે અભારી છે તેમ જણાયેલ.

ડો. ભરત કાનાબારે પણ પી.પી. સોજીત્રાએ અમરેલી શહેરના વિકાસ માટે કામગીરી માટે ધન્યવાદ પાઠવતા પી.પી. ના નેતૃત્વનો લાભ આગામી સમયમાં સમગ્ર અમરેલી જીલ્લાને મળતો થાય તેવી આશા વ્યકત કરી હતી.

આ કાર્યક્રમમાં માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન શૈલેષભાઇ સંઘાણી, ડો. સતાણી, જે.પી. સોજીત્રા, હિંમતભાઇ સરખેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન પી.પી. સોજીત્રાનું જે વિવિધ ગૃપ દ્વારા સન્માન કર્યુ હતું તેમાં વોલીબલ એસોસિએશન, બેડમીન્ટન એસોસિએશન, ક્રિકેટ કોચીંગ ગૃપ, જોગીંગ ગૃપ, યોગા ગૃપ, ગુડ મોનીંગ ગૃપ, લાફીંગ કલબ તથા સમર્થ વ્યાયામ મંદિરના સંચાલક મંડળનો સમાવેશ થાય છે.

સન્માન કાર્યક્રમમાં ડો. રાજુભાઇ કથીરીયા, ધર્મેન્દ્રભાઇ ગોસ્વામી ભાસ્કરભાઇ જોબનપુત્રા, અલ્પેશભાઇ અગ્રાવત, મનોજભાઇ કાનાણી, વિક્રમભાઇ આહીર, ડો. નીલેશ ઝાલાવડીયા, ડો. તેજસ બંનજારા, આદમભાઇ વી.ડી. સરવૈયા, ડો. નીલીલશે જાની, ડો. સોલંકી, ડો. પરેશ જોષી, ડો. ગોજારીયા, ડો. ચિરાગ કોલડીયા, કિરીટભાઇ દેવમુરારી, આરીફભાઇ, કે.કે. વાળા, રમેશભાઇ પેથા,ી અમીનેશ ડોડીયા, ભરતભાઇ કંસારા, નીલ પી. મહેતા, પ્રશાંત જોષી, ગૌરવ મહેતા, ઉદયભાઇ ડાવેરા, અજયભાઇ ગીડા, સંજયભાઇ પંડયા, નીલેશભાઇ જોષી, તરંગભાઇ પવાર, નીલેશભાઇ ધાધલ, અનિલભાઇ ઠાકર, સાગરભાઇ રાજયગુરૂ, ડો. ભીંગરાડીયા, મન્સુરભાઇ ગઢીયા, કિશન પંડયા, માનવ રાજયગુરૂ, મયુરભાઇ ગોરખીયા, નીલમભાઇ વામજા, કિશન રામાણી, ઇમરાન નગરીયા, જયદીપ ખૂંટ, નીરવ પદમાણી, વત્સલ ઉમૈરઠીયા, આયુષ કાપડીયા, કૃણાલ નાકરાણી, વૈદીપ કાથરોટીાય, નદીમ જીદરાણી, ઇશ્વરભાઇ કાનજીભાઇ, ભાવિકભાઇ, મેબભાઇ કલ્પેશભાઇ જોબનપુત્રા, કલ્પેશભાઇ પોપટ, સંજય રામાણી, જીજ્ઞેશ વાંકોતેર, અનિરૂધ્ધ લાલુ, ભાવેશ સોની, નાથુભાઇ તુષાર પંડયા, ચિરાગ માંડલીાય, દિલાભાઇ સહિત અનેક રમતવીરો અને વ્યાયામ પ્રેમીઓ જોડાયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઇ નાંઢાએ જયારે કાર્યક્રમનું આયોજન યુવા અને તરવરીયા કમલેશભાઇ ગરાણીયાએ કર્યુ હતું.

(12:49 pm IST)