Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમરેલી જિલ્લાના રાજુલા અને કચ્છના અબડાસામા એક ઇંચ

ગોસા ધેડ સહિત દરિયાઈ પટ્ટીમાં અડધાથી પોણો ઇંચ : ગોંડલ - ભેસાણ અને જસદણમાં અડધો ઇંચ : સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫ તાલુકામાં ઝાપટાં

રાજકોટ તા.૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વાતાવરણ વચ્ચે  ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી જાય છે આજે બપોરના ૨ થી ૪ વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલા અને કચ્છના અબડાસામા એક ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ગોસા ધેડ સહિત દરિયાઈ પટ્ટીમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે ગોંડલ - ભેસાણ અને જસદણમાં અડધો ઇંચ વરસાદ બે કલાકમાં વરસ્યો છે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫ તાલુકામાં ઝાપટાં રૂપે વરસાદ વરસ્યો છે.

આજે બપોરે અમરેલી ખાંભા બગસરા લીલીયા ઉપલેટા લખપત ઉમરાળા મહુવા દ્વારકા કેશોદ જુનાગઢ માણાવદર માળીયાહાટીના અને વિસાવદર સહિત 18 તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

રાજકોટમાં બપોરે 04:30 વાગ્યા આસપાસ અચાનક વાદળા છવાઈ જાય છે અને અચાનક તડકો આવી જાય છે આવું મિશ્ર વાતાવરણ છે

(4:28 pm IST)