Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કાલથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલશે : સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા

બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે :ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે.

અમદાવાદ :પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર  આવતીકાલ 18 જુલાઈથી  સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આવતીકાલથી ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદીરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોના વાયરસના કેસો વધતા રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈન અંતર્ગત તમામ મંદિરો અને તીર્થસ્થાનો પર પ્રવેશ બંધ કરાવ્યો હતો.

 

મંદિરો અને યાત્રાધામોએ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તીર્થસ્થાનો અને મંદિરોએ પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા ભક્તો માટે કડક નિયમો બનાવ્યા હતા.

(7:22 pm IST)