Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ધોરાજીમાં અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ સીઝનનો ફુલ પોણા દસ ઇંચ વરસાદ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં આજરોજ સાંજે ધીમીધારે વરસાદ આવ્યો હતો જેમાં અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો
  ધોરાજીમાં અષાઢી બીજ પછી સર્વત્ર વાવેતર થઇ ગયું છે અને મેઘરાજાએ પણ અવિરત કૃપા કરી છે અને ધીમે ધીમે સારો વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં પોણા દસ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે

(8:01 pm IST)