Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આજે અરવિંદ કેજરીવાલ કચ્‍છમાં : ચુંટણી પૂર્વે કચ્‍છના રાજકારણમાં ગરમાવો

ભુજમાં પત્રકાર પરિષદ, કાર્યકર મિલન અને લોકો સાથે બેઠક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, અમદાવાદ પછી હવે કેજરીવાલ કચ્‍છ આવી રહ્યા છે. આજે મંગળવારે બપોર પછી તેઓ ભુજ આવી રહ્યા છે. કેજરીવાલના આગમનને પગલે કચ્‍છના રાજકારણમાં ગરમાવો આવ્‍યો છે. તેનું કારણ ‘આપ' હવે કચ્‍છમાં રાજકીય પડકાર ઊભો કરવા તરફ નજર છે.ᅠ રાજયમાં વિધાનસભા આવનારી ચુંટણી પૂર્વે ‘આપ' રાજકીય પડકાર ઊભો કરવા કમર કસે છે.

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ કચ્‍છમાં આવી ગયા છે. ભુજમાં તેઓ આપ ના કાર્યકરો સાથે મિલન, પત્રકાર પરિષદ તેમ જ લોકો સાથે બેઠક યોજશે.

(10:53 am IST)