Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ટંકારાના કલ્‍યાણપરમાં સ્‍વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી

વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ : તેજસ્‍વી તારલાઓનું સન્‍માન

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૧૩ : ટંકારા તાલુકા કક્ષાના સ્‍વાતંત્ર્યપર્વની ઉજવણી ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અંતર્ગત આ વર્ષે ૭૬ માં સ્‍વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી કલ્‍યાણપર ગામે ઉત્‍સાહ પૂર્વક કરાયેલ. સ્‍વાતંત્ર્ય પર્વ ઉજવણી કાર્યક્રમ માં મામલતદાર કે.જી.સખીયા દ્વારા રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુભાઈ કામરીયા, કિરીટભાઈ અંદરપા, ભુપતભાઈ ગોધાણી, મહર્ષિ દયાનંદ સરસ્‍વતી સ્‍મારક ટ્રસ્‍ટ ના આચાર્ય રામદેવજી, ટંકારા ગામના સરપંચ ગોરધનભાઈ ખોખાણી, કલ્‍યાણપર ગામના માજી સરપંચ દિનેશભાઈ વાઘરીયા,ᅠ કલ્‍યાણપર ગામના હાલના સરપંચ ભાવેશભાઈ ગજેરા તથા અન્‍ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ᅠઆ કાર્યક્રમમાં સ્‍વાગત ગીત, ડંબેલ્‍સ, પિરામિડ કલ્‍યાણપર પ્રાથમિક શાળાના બાળકોએ પ્રસ્‍તુત કર્યા હતા, નાસા વિદ્યાલય ટંકારાની બહેનોએ દેશભક્‍તિ પેરોડી ડાન્‍સ તથા જબલપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની બહેનોએ દેશભક્‍તિ ડાન્‍સ, તો વળી કલ્‍યાણપર ગામની B.Sc. અભ્‍યાસ કરતી બહેનોએ દેશભક્‍તિ ગીત પ્રસ્‍તુત કર્યું હતું, કલ્‍યાણપુર ગામના ગૌશાળાના લાભાર્થે કામ કરતા યુવકોએ સુંદર મજાનો રાસ પ્રસ્‍તુત કર્યો હતો, કાર્યક્રમ દરમિયાન કલ્‍યાણપર ગામના સરપંચશ્રી ગીતાબેન ભાવેશભાઈ ગજેરાને સમગ્ર ગામના વિકાસ કાર્યો માટે રૂપિયા પાંચ લાખનો ચેકᅠ મામલતદાર દ્વારા અર્પણ કરવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત વિરમગામ મીનાબેન, પટેલ કલ્‍પેશભાઈ, પીપળીયા જીવતીબેન, કમલેશભાઈ સીણોજીયા, ગોસ્‍વામી જલ્‍પાબેન, મનીપરા વાત્‍સલ્‍યભાઈને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મામલતદાર અને ટીડીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમ દરમિયાન કલ્‍યાણપર ગામની પ્રાથમિક શાળાના બાળકોને ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઉત્‍કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્‍તે શિલ્‍ડ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ શિલ્‍ડ નકલંક હોસ્‍પિટલ મોરબીના ડો. રાકેશભાઈ સાણજા દ્વારા આપવામાં આવ્‍યા હતા, કાર્યક્રમમાં દાતાઓ દ્વારા ઇનામો અપાયેલા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કલ્‍યાણપર પ્રાથમિક શાળાના આચાર્ય વિનોદભાઈ સુરાણીએ કરી હતી, કાર્યક્રમનું સંકલન ટંકારા બીઆરસી કોર્ડિનેટર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્‍પેશભાઈ ફેફરે કર્યું હતું

સમગ્ર કાર્યક્રમનું સંચાલન છત્તર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કરેલુ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કલ્‍યાણપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકમિત્રો ઇલાબેન વરમોરા, ભાગિયા, વીણાબેન, દેવડા , સંજયભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:06 am IST)