Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

હળવદવાસીઓમાં દેશભાવના જાગૃત કરવા ૨૩૦૦ ફુટ લાંબી તિરંગા યાત્રા

હળવદઃ યંગ ઇન્‍ડિયા ગ્રુપ-મોરબી અને વિવેકાનંદ સાયન્‍સ એકેડમી-હળવદ દ્વારાᅠ આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે દરેક લોકોમાં દેશના સ્‍વાભિમાનના પ્રતીક તિરંગાથી રાષ્ટ્‌ પ્રત્‍યેની કૃતજ્ઞતા જાગૃત કરવા આશરે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિવેકાનંદ સાયન્‍સ એકેડમીના ૨ હજાર જેટલા વિદ્યાર્થીઓએ દેશની આન-બાન અને શાનના પ્રતીક તિરંગાની આશરે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા વિવેકાનંદ ગર્લ્‍સ હોસ્‍ટેલથી સરા ચોકડી, નંકલક ધામ સામે હળવદ ધ્રાગંધ્રા હાઇવે સહિતના માર્ગો પર ફરીને દરેક લોકોમાં દેશ પ્રત્‍યે કઈ કરી છૂટવાની ભાવના વ્‍યક્‍ત કરવાનો મેસેજ આપ્‍યો હતો.તિરંગા યાત્રા પર ફૂલ વરસાવીને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતા. સમગ્ર યાત્રાને સફળ બનાવવા યંગ ઇન્‍ડિયા ગ્રૂપના મેમ્‍બર્સ તેમજ વિવેકાનંદ સાયન્‍સ એકેડેમીના મેનેજીંગ ડાઇરેક્‍ટર, કેમ્‍પસ ડાઇરેક્‍ટર , પ્રિન્‍સિપાલᅠ હળવદ પોલીસ સ્‍ટેશનના પી. આઈ.ᅠ સહિત હળવદ પોલીસે જહેમત ઉઠાવી આ સમગ્ર ત્રિરંગા યાત્રાને સફળ બનાવી હતી. (તસ્‍વીર-અહેવાલઃ દિપક જાની-હળવદ)

(11:33 am IST)