Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વાંકાનેરમાં જીલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી

દેવાભાઇ માલમના હસ્‍તે ધ્‍વજવંદનઃ રપ જેટલા વ્‍યકિતઓનું સન્‍માન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૬ :.. મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ૭પમાં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી અને ૭૬માં આઝાદીના અમૃત મહોત્‍સવની અમરસિંહજી હાઇસ્‍કુલ મેદાન ખાતે રાજય કક્ષાના મંત્રી દેવાભાઇ માલમના હસ્‍તે ધ્‍વજવંદન સાથે કરાઇ હતી.

તાલુકાને પ્રજાલક્ષી વિકાસ કામો કરવા માટે રૂપિયા રપ,૦૦,૦૦૦ નો ચેક મંત્રીના હસ્‍તે પ્રાંત અધિકારી વાંકાનેરને એનાયત કરાયો હતો.

જયારે હિરેન  નારણભાઇ બટાસણા  (રવાપર, મોરબી) (ર) સંસ્‍કાર ઇમીજીંગ સેન્‍ટર (શનાળા રોડ, મોરબી) (૩) કાંજીયા અશોકકુમાર મહાદેવભાઇ (નાની વાવડી કુ. પ્રા. શાળા મોરબી) (૪) પાલળીયા નૈમિષ ડી. (વિરવાવ શાળા (પ) બદ્રકીયા અનિલભાઇ બેચરભાઇ (રત્‍નમલી પ્રા. શાળા) (૬) બાદી સાજમીન બાનું ઇસ્‍માઇલભાઇ (એચ. એન. દોશી કોલેજ, વાંકાનેર) (૭) ધવલ વર્ષા વાલજીભાઇ (એચ. એન. દોશી કોલેજ, વાંકાનેર), (૮) ચંદુભાઇ કાળુભાઇ કાળોતરા (હેડ કોન્‍સ. મોરબી) (૯) નીરવભાઇ માવજીભાઇ મકવાણા (હેડ કોન્‍સ. મોરબી) (૧૦) યશ્‍વી પરમાર (નાલંદા વિદ્યાલય વિરપર), (૧૧) મેહુલ શેઠ, સંગીત ક્ષેત્રે (૧ર) તુષાર પેંજા (નવયુગ વિદ્યાલય શિક્ષકશ્રી) (૧૩) ડો. ગીતાબેન ગોપાલદાસ ચાવડા (આચાર્યશ્ર મ્‍યુ. ગર્લ્‍સ - સ્‍કુલ વાંકાનેર) (૧૪) ધૃવરાજસિંહ ઝાલા (આરોગ્‍ય વિષય સેવા) (૧પ) ડો. મયુરભાઇ એસ.  જાની (પ્રોફેસર દોશી કોલેજ, વાંકાનેર) (૧૬) પ્રકાશકુમાર કાંસકીયા (ટંકારા) (૧૭) સાગરભાઇ મેર (મકનસર) (૧૮) અસ્‍લમ જોખીયા (મોરબી) (૧૯) શૈલેષ ચૌહાણ (મોરબી) (ર૦) સુનિલ હરજાસ (વેટેનરી ડોકટર) (ર૧) સીવીલ હોસ્‍પિટલ (મોરબી)  (રર) આયુષ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલ મોરબી (આરોગ્‍ય વિભાગ) (ર૩) સરવૈયા મનસુખભાઇ ડી. (ચાંચડીયા પ્રાથમિક શાળા (ર૪) શેરસીયા મીનાજબેન ઉસ્‍માનભાઇ (કોઠી, તા. શાળા કોઠી) સહિતાઓને ગોલ્‍ડ મેડલથી સન્‍માનીત કરવામાં આવેલ.

 આ પ્રસંગે મંત્રીશ્રી જીલ્લા ભાજપના પ્રમુખશ્રી જીલ્લા કલેકટરશ્રી જીલ્લા વિકાસ અધિકારીશ્રી જીલ્લા પોલીસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી વાંકાનેર મોરબી, હળવદ મામલતદાર, વાંકાનેર, મોરબી,  હળવદ તથા તેમના સ્‍ટાફના વહીવટી અધિકારીઓ પાલિકા આરોગ્‍ય વિભાગ અને વહીવટી વિભાગ સહિતના પદ ાધિકારીઓ મહારાજા કેસરીદેવસિંહ ઝાલા દેવજીભાઇ ફતેપરા વાંકાનેર શહેર તાલુકા ભાજપના અગ્રણીઓ સહિતનાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(11:38 am IST)