Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

દામનગરમાં પત્રકાર સંઘની બેઠક મળી

(વિમલ ઠાકર દ્વારા)દામનગર તા. ૧૬ : શહેર પત્રકાર સંઘની બેઠક મળી. આ બેઠક પત્રકાર એકતા પરિષદ દ્વારા દિશા નિર્દેશ મુજબ વીમા ઈન્‍સ્‍યોરન્‍સની ચર્ચા કરી જરૂરી ફોર્મ ભરી જિલ્લા મથકે નક્કી થયા સ્‍થળે મોકલવા આ બેઠકમાં સ્‍થાનિક પત્રકાર અતુલભાઈ શુક્‍લ વિનુભાઈ, જયપાલ, વિમલભાઈ ઠાકર, નટુભાઈ ભાતિયાની ઉપસ્‍થિતિ યોજાઇ.

પ્રશાસનિક વ્‍યવસ્‍થા તંત્ર દ્વારા પત્રકાર સાથે થતા ભેદભાવ અને મીડિયા અહેવાલો સામે નારાજગી  લોકોના પ્રશ્‍નો અખબારી અહેવાલ મારફતે આવતી સમસ્‍યાથી પદા અધિકારી દ્વારા સમસ્‍યાના અહેવાલો આવતાજ ઈરાદા પૂર્વક આ સમસ્‍યા ન ઉકેલી લોકોની હાલાકીમાં વધારો કરતા વ્‍યવસ્‍થા તંત્રની આવી નીતિ સામે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆતો મોકલી આપવા નક્કી કરાયું. સફાઈ રોડ રસ્‍તાઓ પરિવહન સેવાઓની સમસ્‍યા અંગે સરકારી વ્‍યવસ્‍થા તંત્રની કચેરીમાં પ્રશ્‍નો  રજૂ કરવા સર્વાનુમતે ઠરાવ્‍યું હતું. સેવાઓની ખામીઓ  અખબારી અહેવાલ રૂપે આપતા પત્રકારો સામે  કોંમેટો, સોશ્‍યલ મીડિયામાં  મૂકી પત્રકારોની ટલ્લી ઉડાડતા તંત્રએ ખરેખર સમસ્‍યા નિવારવા ધ્‍યાન આપ્‍યું જોઈએ. આ માટે ઉચ્‍ચસ્‍તરીય રજુઆત કરી સ્‍થાનિક વ્‍યવસ્‍થા તંત્રને યોગ્‍ય દિશા નિર્દેશ આપે તેવી માંગ કરવા સહિતના મુદ્દે પરામર્શ કરાયો હતો.

(11:39 am IST)