Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જસદણના કુંઢણીના મુળજીભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૬: જસદણના કુંઢણી ગામે રહેતાં મુળજી પાંચાભાઇ કોઠારીયા (ઉ.૩૫) નામના યુવાનને બિમારી હોઇ બેભાન થઇ જતાં રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક પાંચ ભાઇ અને બે બહેનમાં ચોથા અને અપરિણીત હતી. લાંબા સમયથી તે બિમાર હતાં. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇએ ભાડલા પોલીસને જાણ કરી હતી.

(11:49 am IST)