Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

બાબરાના ગૌરક્ષકોએ કતલખાને લઇ જવાતી ૯ ભેંસ ભરેલ ટ્રક ઝડપી પાડયો

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા. ૧૬ : બાબરાના ગૌરક્ષક અને અમરેલી જિલ્લા પ્રાણી અત્‍યાચાર નિવારણ સોસાયટીના સભ્‍યો દ્વારા મૌલિકભાઇ તેરૈયાને મળેલ બાતમીના આધારે ચિતલથી ભરૂચ કતલખાને ૯ ભેંસોને ભરીને લઇ જતા ટ્રક નં. જીજે૦૩બીઅવી૮૪૭૯ સહિત બે લોકો ઝડપી પાડયો હતો. ટ્રક ડ્રાઇવર દિનેશ બચુવાળા અને મોસીન કાલના દેહ, ચિતલ વાળા વિરૂધ્‍ધ પશુ હેરાફેરી કતલખાને લઇ જવા બદલ લાઠી પોલીસ સ્‍ટેશનમાં મૌલિક તેરૈયાએ બંને સામે ફરીયાદ નોંધાવી હતી. મૌલિક તેરૈયા, જયદીપવાળા, વનરાજભાઇ વાળા, વિવેકભાઇ પોપટ, દિપકભાઇ મારૂ, સત્‍યજીતભાઇ વાળાએ જાનના જોખમે ટ્રક ઝડપ પાડી ૯ ભેંસોને બચાવી લીધી હતી.

(11:54 am IST)