Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

આટકોટ પંથકમાં ૧૪ જુગારી ઝડપાયા

આટકોટ, તા.૧૬:  આટકોટ પોલીસે જીવાપર અને જુના પીપળીયા માં શ્રાવણીયો જુગાર રમતા ૧૪ જુગારીને ઝડપી લીધા હતા જેમાં જીવાપર માં સાત જુગારી રંગેહાથ ઝબ્‍બે કરવા આવ્‍યા હતા જેમની પાસે થી ૧૯૦૦૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્‍યો હતો તેમજ જુનાં પીપળીયા સીમમાં જુગાર રમતા સાત જુગારીને અટક કરવામાં આવી હતી જેની પાસે થી ૧૭૨૭૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્‍યો હતો ટોટલ ૩૬૨૭૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્‍યો હતો.

 

(11:58 am IST)