Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

દુધરેજ નર્મદા કેનાલમાંથી અજાણ્‍યા પુરૂષની લાશ મળી


વઢવાણ, તા. ૧૬:  સુરેન્‍દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની દુધરેજ નર્મદા કેનાલ ભાગ્‍યોદય પાર્ટી પ્‍લોટની નજીક નર્મદા કેનાલ ના પાણીમાંથી એક પ્‍લાસ્‍ટીકના કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવેલ છે. એક અજાણ્‍યા પુરૂષની લાશ ઉ.વ.આ .૩૦ થી ૩૫ ની પ્‍લાસ્‍ટીકના કોથળામાં બાંધેલી   મળી આવેલ છે જે લાશ જોતા શરીરે પીળા કલરનું અડધી બાયનું ગોળ ગળાનું ટી શર્ટ તથા વાદળી જેવા કલરનો ઢીંચણ સુધીનો બરમુડો પહેરેલ છે. અને જેના જમણા હાથના અંગુઠા નીચે પહોચાના ભાગે અંગ્રેજીમાં લ્‍ (એસ)ૅ લખેલ છે . આ લાશ આશરે બે ત્રણ દિવસ પહેલાની હોવાનું જણાય આવેલ છે. આ વર્ણન વાળી કોઇ વ્‍યક્‍તિ ગુમ થયેલ અથવા ઘરેથી કહ્યા વગર  નીકળી ગયેલ હોય તો તેઓએ સુરેન્‍દ્રનગર શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે સંપર્ક કરવો.ફોન.નંબર.(૦૨૭૫૨) ૨૮૫૧૦૩ સુરેન્‍દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર.(૦૨૭૫૨) ૨૮૨૪૫૨.

 

(12:01 pm IST)