Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ધ્‍વજવંદન

જૂનાગઢ : શહેર કોંગ્રેસ સમિતિ, કોંગ્રેસ ભવન, જૂનાગઢ ખાતે ધ્‍વજવંદન અને રાષ્‍ટ્રગાન સાથે સમગ્ર કોંગ્રેસના, આગેવાનો કાર્યકરો, સભ્‍યોએ શહેર કોંગ્રેસ સમિતિના અધ્‍યક્ષ અમીતભાઇ પટેલની આગેવાની હેઠળ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી  થઇ હતી. આ તકે ધારાસભ્‍ય શ્રી ભીખાભાઇ જોશી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નટુભાઇ , માજી ધારાસભ્‍ય પરબતભાઇ ચાવડા, કોર્પોરેટર શ્રી રજાકભાઇ હાલા, લલીતભાઇ પરસાણા મહિલા પ્રમુખ વર્ષાબેન, મનસુખભાઇ ડોબરીયા, મનુભાઇ ધાંધલ, હરિભાઇ ધુડા, સફિભાઇ બંગાલી, કુદુસભાઇ મુન્‍શી, દાદુભાઇહાલા, કેશુભાઇ ઓડેદરા, ભીખાભાઇ કાછડીયા, અરવિંદભાઇ રિબડીયા, એનએસયુઆઇ યુગ પુરોહીત, બિપીનભાઇ ઠુંમર સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(1:36 pm IST)