Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સાવરકુંડલાના નેસડીના સ્‍વર્ણિમ સરોવરના કાંઠે ધ્‍વજવંદન

સાવરકુંડલાઃ તાલુકાના નેસડી ગામે સરકારશ્રી દ્વારા લોક ભાગીદારીથી નિર્માણ પામેલા સ્‍વર્ણિમ સરોવરના કાંઠા ( પાળા)ઉપર બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય- ચલાલા શાખાના પૂ. ક્રિષ્‍ના દીદી તથા ખોડલધામ - નેસડીના મહંતશ્રી પૂ. લવજીબાપુ ના હસ્‍તે ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યું હતુ .ધ્‍વજને સલામી આપ્‍યા બાદ પ્રાથમિક શાળા , માધ્‍યમિક શાળા અને સેન્‍ટ્રલ પોઇન્‍ટ સ્‍કુલના બાળકો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમો અને શહીદવીરોને ભાવાંજલી આપવામાં આવી હતી તથા ધોરણ ૧ થી ૧૦ સુધીના પ્રથમ / દ્વિતીય / ત્રૃતિય કક્ષાએ ઉતિર્ણ્‍ વિદ્યાર્થી ભાઇ / બહેનોને શ્રી સાઇ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ ( શ્રી હર્ષદભાઇ વરીયા ) દ્વારા ઇનામ વિતરણ કરાયું . સરપંચ કરશનભાઇ વઘાસીયાએ પ્રસંગોચીત ઉદ્દબોધનમાં ૭૫ વર્ષ ની વિકાસગાથા સાથે શહીદોને શ્રધ્‍ધાંજલી આપી હતી. ઉપરોક્‍ત પ્રસંગે સરકારશ્રીના જળસંપતિ વિભાગના અધિકારીઓ કાર્યપાલક ઇજનેર કણજારીયા  તથા અ. મ. ઇ. શ્રી સેજુભાઇ ઉપરાંતમા પૂર્વ સરપંચશ્રી હિમતભાઇ ગેવરીયા, જીતુભાઇ ભટ્ટ, ડો . મહેશભાઇ તળાવીયા, અનિતાદીદી, સીતારામબાપુ ,રમેશભાઇ કાછડીયા, પ્રવિણભાઈ કાછડીયા, ધીરુભાઈ કથીરીયા, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હસુભાઇ મૈસુરીયા, માધ્‍યમિક શાળાના આચાર્યશ્રી ડી. કે. ગોહિલ, પૂર્વ આચાર્ય બાલુભાઇ કાછડીયા, સેન્‍ટ્રલ પોઇન્‍ટ સ્‍કુલના આચાર્ય ગૌતમભાઇ મહેતા, આરોગ્‍ય વર્કર હિમાંશુભાઇ ત્રિવેદી, આંગણવાડી વર્કર બહેનો ગ્રામ પંચાયત સદસ્‍યો  તથા ગ્રામજનોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ધ્‍વજ ને સલામી આપી હતી. સંચાલન હસુભાઇ મૈસુરીયાએ કર્યુ હતું. (તસ્‍વીરઃ અહેવાલઃ દિપક પાંધી, ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:37 pm IST)