Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કેશોદ પોલીસે ખાનગી વાહનમાંથી ર૧ ઘેટા બકરાં લઇ જતા ત્રણ શખ્‍સો સહિત મોટરકારને ઝડપી પાડી

(સંજય દેવાણી ધ્‍વારા) કેશોદ, તા. ૧૬ : કેશોદ પોલીસ સ્‍ટેશન નાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી બી કોળી અને પોલીસ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ ડાભી સહિતના પોલીસ કર્મીઓ દ્વારા જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે તેમજ જુનાગઢ જિલ્લા કક્ષાનો ધ્‍વજવંદન કાર્યક્રમ કેશોદ ખાતે યોજાનાર હોય વાહન ચેકીંગ દરમ્‍યાન ફોરવ્‍હીલ કાર રોકાવતા કારચાલક સહિત અન્‍ય બે શખ્‍સો બેઠા હતા ત્‍યારે ખાલી જગ્‍યાઓ માં ૨૧ ઘેટાં બકરાં ઘાસચારા ની વ્‍યવસ્‍થા કે પીવાનાં પાણીની વ્‍યવસ્‍થા વગર ક્રુરતાપૂર્વક વાહન માં લઈ જતાં હોય પંચો રૂબરૂમાં કેશોદ પોલીસ સ્‍ટેશન લાવી કાર્યવાહી હાથ ધરી હતી.કેશોદ પોલીસે કળરતાપૂર્વક ૨૧ ઘેટા બકરાને લઈ જતી મોટરકાર ત્રણ શખ્‍સોની અટકાયત કરી હતી જેમાં ઇમ્‍તીયાઝ હાજીભાઇ કારવા, ઇબ્રાહિમ ગફારભાઈ કારવા અને વેરાવળના હનીફ રજાકભાઈ મન્‍સુરી વિરૂદ્ધ પશુ ઘાતકીપણાનો ગુન્‍હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવળત્તિ બદલ આરોપીઓ પાસેથી નાના મોટા ઘેટા બકરાં નંગ ૨૧ અને મોટરકાર સહિતના રૂપિયા ૧ લાખ ૪૩ હજારનો મુદામાલ  જપ્ત કર્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં કેશોદ પોલીસ સ્‍ટેશન નાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી બી કોળી અને પોલીસ કોન્‍સ્‍ટેબલ કિરણભાઈ ડાભી દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરતાં ધાર્મિક સંગઠનો દ્વારા બિરદાવવામાં આવી હતી.

(1:38 pm IST)