Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાણાવાવમાં પોણા બે, કુતિયાણામાં એક તથા પોરબંદરમાં દોઢ ઇંચ વરસાદ

સ્‍વાતંત્ર્ય દિને આખો દિવસ હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યોઃ આજે સવારે ધૂપછાંવ : દરિયામાં મોજાનું જોર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૬ : ગઇકાલે  સ્‍વાતંત્ર્ય પર્વ દરમિયાન આખો દિવસ હળવાથી ભારે વરસાદ ચાલુ રહેલ હતો અને આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં રાણાવવામાં પોણા બે ઇંૅચ, કુતીયાણામાં એક ઇંચ તથા પોરબંદરમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. આજે સવારથી જિલ્લામાં ધૂપછાંવ વાતાવરણ રહયું છે.

દરિયામાં મોજાનું જોર વધ્‍યુ છે. ઇનદ્રેશ્વર મંદિર કાંઠે મોજા ભેખડો સાથે અથડાયા બાદ મોજાની છાંટ ઇન્‍દ્રેશ્વર મંદિરની ધ્‍વજાને ભીંજવી નાંખે છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૩૭ મીમી (૮પર મીમી) રાણાવાવ ૪ર મીમી (૯૬૮ મીમી) કુતિયાણા ર૬ મીમી (૮૮ર મીમી), ખંભાળા જળાશય ૧પ મીમી (૭ર૬ મીમી) ફોદાળા જળાશય ૧૬ મીમી (૮૯પ મીમી) વરસાદ નોંધાયો છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩૩.૪ મીમી (૮૮૪ મીમી) નોંધાયો છે.

(1:45 pm IST)