Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જૂનાગઢ શ્રી જટાશંકર મહાદેવને તિરંગાનો શ્રૃંગાર : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

જૂનાગઢઃ ૭૫માં સ્વાતંત્ર્ય દિન એવમ શ્રાવણ માસના ત્રીજા સોમવારના શુભ સંયોગ અવસરે ગીરનારના ગુપ્ત દ્વાર સમા શ્રી જટાશંકર મહાદેવ મંદિર ખાતે રાષ્ટ્રના તિરંગાના શણગારથી મહાદેવને સજાવવામાં આવ્યા હતા.  તથા મંદિર સેવક ગણ, શ્રદ્ઘાળુઓ તથા ભાવિકજનો દ્વારા રાષ્ટ્ર વંદનાનો ભવ્ય કાર્યક્રમ વિશ્વ કલ્યાણ અને રાષ્ટ્ર ઉન્નતિના ઉચ્ચતમ વિચારો અને પ્રાર્થના સાથે મહંત શ્રી પૂર્ણાનંદ મહારાજ ગુરુશ્રી બાલાનંદ મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ધર્મ અને રાષ્ટ્ર એ માનવ વિકાસ અને માનવ કલ્યાણ માટેના અભિન્ન અંગો છે, એવા ઉમદા અભિગમ સાથે આજરોજ શ્રી જટાશંકર મહાદેવ મંદિર ખાતે હોંશભેર શ્રધ્ધાળુઓ અને સેવકગણ એ જોડાઈને રાષ્ટ્રભાવનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રાષ્ટ્ર વંદના કરેલ હતી, આ તકે ધર્મનો જયઘોષ તથા રાષ્ટ્રનો જયઘોષ કરી સર્વે ભકતજનોએ તથા નિત્ય પૂજા કરવા આવતા ભાવિકજનોએ સમગ્ર ગિરનારનું વાતાવરણ ગુંજવ્યું હતું.  આ તકે સમગ્ર દેશવાસીઓ / જૂનાગઢ વાસીઓને ૭૬માં  સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:47 pm IST)