Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વિસાવદર કોર્ટ બિલ્ડીંગમાં ધ્વજવંદનઃ લોક અદાલત સંપન્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૬: વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન એસ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન અને અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ. શ્રીમાળીની ઉપસ્થિતીમાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ વિજયભાઈજેઠવા, સિનિયર ધારાશા સ્ત્રી દિનેશભાઇશાહ, ભરતભાઈ વ્યાસ, રાજુભાઇદવે,સીરાજભાઈ માડકીયા, જયોતિબેન સાંગાણી,નયનભાઇ જોશી,યુ.બી.દાહીમાં, એચ.કે.સાવલિયા તથા શરદભાઈ જોશી અને અને નગર પંચાયતઙ્ગ હાઇસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક નાગજીભાઈ પરમાર,કોર્ટના રજીસ્ટાર પી.પી.પાણેરી,ભટ્ટ,સી.બી.ભટ્ટી, તથા સમગ્ર કોર્ટ સ્ટાફ તથા બાર એસોસિએશનના તમામ સદસ્યો, ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.દેશના ૭૬માં સ્વાતંત્ર દિવસ નિમિત્ત્।ે વિસાવદર કોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ એસ.એસ.ત્રિવેદીના હસ્તે અને અધિક જિલ્લા ન્યાયાધીશ જે .એલ. શ્રીમાળીની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ વી. કે.જેઠવા સહિતના સિનિયર તથા જુનિયર ધારાશા સ્ત્રીઓ, કોર્ટના સ્ટાફ, પોલીસ વિભાગના જવાનો તથા વિસાવદરની જનતાએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.મુખ્ય ન્યાયાધીશ એસ.એસ.ત્રિવેદીએ તમામ લોકોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવતા વ્યસન અને ગંદકીથી સ્વતંત્ર થવાની અપીલ કરી વ્યસનમુકત જીવન અને સફાઈનુઙ્ગ મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય અતિથિ અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ.શ્રીમાળીએ તમામ જનતાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી સ્વતંત્રતાનું ખરું મહત્વ સમજાવી દેશના શહીદોને શ્રદ્ઘાંજલિ આપી હતી.આ પ્રસંગે બારના પ્રમુખ વિજયભાઈ જેઠવા,સિનિયર ધારાશા સ્ત્રી દિનેશભાઇ શાહ, ભરતભાઇ વ્યાસ, નયનભાઇ જોશી, હરેશભાઇ સાવલિયા, નિવૃત્ત્। શિક્ષક પરમાર, કોર્ટના કર્મચારી ભટ્ટભાઈ, ચંદુભાઈ ભટ્ટી તથા અમૃતભાઈજોશીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.શરદભાઈ જોશીએ દેશ ભકિતનું ગીત 'એ મેરે વતન કે લોગો...'ગીત ગાયુ હતું.કોર્ટ બિલ્ડીંગ ખાતેનાં ધ્વજવંદન કાર્યક્રમમાં ગામલોકો પણ જોડાયા હતા.

લોક અદાલત સંપન્ન

વિસાવદર કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ રૃપિયા ૫૮,૮૯, ૨૪૮/- ના ૧૨૧ કેસોનો નિકાલ આવ્યો હતો.નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન એસ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા ન્યાયાધીશ જે.એલ. શ્રીમાળીની ઉપસ્થિતીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પ્રિ લિટીગેસન સહિતના કુલ રૃપિયા ૫૮,૮૯,૨૪૮ના ૧૨૧ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને ૧૨૧ કેસોનો ન્યાયીક નિકાલ કરવામાં આવેલ હતો. આ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, નયનભાઇજોશી, અશ્વીનભાઈ દુધરેજીયા, સમીરભાઈપટેલ, આર.જે.ધાંધલ, યુ.બી.દાહીમાં, કે.બી.જોશી, એચ.કે.સાવલિયા તથા એસ.બી.આઈ.બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા, તથા પી.જી.વી.સી.એલની બન્ને કચેરીના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપ્યો હતો.વિસાવદર કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી પી.ડી.ભટ્ટ તથા કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.

(1:51 pm IST)